Gujarat

ગોંડલમાં પત્નિએ કેરોસીન નાંખી અગ્નિસ્નાન કરતા મોત

રાજકોટ
ગોંડલ તાલુકાનાં ગુંદાળા ગામે રહેતી ભારતીબેન મહેશભાઈ ડાભી (ઉ.વ.૩૪) નામની મહિલા ગત તા.૧૨ના પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ગોંડલ તાલુકા પોલીસે નિવેદન લેવા જતાં ગીતાબેને તેનો પતિ મહેશ અવારનવાર દારૂ પી ત્રાસ આપતો હોય અને બનાવના દિવસે પણ ગેસના બાટલા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ થતાં લાગી આવતા તેણે જાત જલાવી લીધાનું જણાવતા તાલુકા પોલીસે પતિ સામે ત્રાસનો ગુનો નોંધી મહિલા પોલીસને તપાસ સોંપી હતી.ગોંડલનાં ગુંદાળા ગામે પતિના ત્રાસથી પાંચ દિવસ પૂર્વે સળગી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ બનાવમાં પોલીસે આરોપી પતિ સામે આપઘાતની ફરજ પાડવાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

The-wife-sprayed-kerosene-and-took-a-fire-bath-due-to-her-husbands-harassment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *