Gujarat

ગૌચરની જમીનો પર ભૂ-માફિયાને દૂર કરી લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરો

જુનાગઢ
જૂનાગઢ જિલ્લાણથી જ ગૌચર મુક્ત કરાવી દબાણ કરનારા ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરવા માંગ કરી છે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ મુખ્ય મંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, રાજયના દરેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના ચરીયાણ માટેની ગૌચરની જમીન આવેલી છે. પરંતુ તમામ જિલ્લામાં આવેલા હજારો વિઘા ગૌચરની જમીનો પર માથાભારે શખ્સોં અને ભુમાફિયાઓએ કબ્જાે કરી દબાણ કરી લીધુ છે. દબાણ કરનારા લોકો માથાભારે હોવાથી સ્થાનીક લોકો તેમની સામે તંત્ર સમક્ષ ફરીયાદ કરતા પણ ડર અનુભવે છે. દબાણકર્તાઓ ગૌચરની જમીન પર દબાણ કર્યુ હોવાથી અબોલ પશુઘન ગામડા અને શહેરોના વિસ્તા્રો અને જાહેરમાર્ગો પર રખડતા જાેવા મળે છે. અબોલ પશુઘનને ચરવા માટે પુરતો જરૂરી ખોરાક ન મળતો હોવાથી શહેર-ગ્રામ્યો વિસ્તા રોમાં જાહેરમાં ફેકાતા પ્લાસ્ટીક સહિતનો અન્ય કચરો ખાવા મજબુર બને છે. આ ઉપરાંત જાહેરમાર્ગો પર રખડતા ભટકતા અબોલ પશુઓના લીધે દરરોજ અકસ્માતો પણ થતા જાેવા મળે છે આ બધી સમસ્યાતથી અબોલ પશુ સાથે પ્રજા પણ નિસહાય હોય તેમ પીડાય રહી છે. એ પણ ગૌચરમાં થયેલા દબાણોના લીધે આ બધી સમસ્યાપઓ ઉભી થાય છે. ત્યાોરે રાજયમાં સરકારી, અર્ધસરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જાેપ જમાવી બેસેલા ભુમાફિયાઓ પાસેથી જમીન મુકત કરાવવા લેન્ડી ગ્રેબીંગ એકટ-૨૦૨૦નો કાયદો રાજય સરકારએ અમલી બનાવ્યોા છે. ત્યા રે જે તે જિલ્લા માં ગૌચરની જમીનો પરનું દબાણ કરનારા ભુ?માફીયાઓ સામે લેન્ડર ગ્રેબીંગ કાયદા હેઠળ ખાલી કરાવવાની કાર્યવાહીમાં જિલ્લાચ કલેકટરને ફરીયાદી બની ગૌચરની જમીનો ગેરકાયદેસર કબ્જાકમાંથી છુટી કરાવવા તાકીદે રાજય સરકાર જરૂરી આદેશ કરે તેવી મુખ્યોમંત્રી સમક્ષ માંગણી કરી છે. આ ઉપરાંત જૂનાગઢ કલેક્ટરને પણ રજુઆત કરી ગૌચરની જમીનો પરનું દબાણકર્તા ભુમાફીયાઓ સામે કાર્યવાહીના શ્રી ગણેશ જૂનાગઢ જિલ્લામાંથી જ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Pushing-on-the-gutter-the-municipality-demolished-the-construction.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *