અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે હાઈકોર્ટ પરિસરની સરપ્રાઈઝ વિઝિટ લીધી. કોર્ટમાં લાગૂ કરાયેલી સ્ટાર્ન્ડ પ્રોસેસિંગ પ્રોસેસ(એસ.ઓ.પી. )ના પાલનની સમીક્ષા કરી છે. હાઇકોર્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ સહિતની જગ્યાઓએ થતાં ચેકિંગ અને સ્કેનિંગની તેમણે સમીક્ષા કરી હતી. જસ્ટિસની સરપ્રાઈઝ વિઝિટથી કોર્ટ સ્ટાફ સહિત સુરક્ષા વિભાગ એલર્ટ બન્યો છે. સરપ્રાઈઝ ચેકિંગ બાદ ચીફ જસ્ટિસે સરકારી વકીલને ટકોર કરી કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા? આ અધિકરીઓને ઘણી જગ્યાએ પ્રવાસ કરવાનું થતું હોય છે, તેવામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણ લાદવામાં આવ્યા હોવાનું પણ કહ્યું હતુંસાથે જ હાલ વધી રહેલા કોવિડના કેસને જાેતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને વેક્સિનનો ‘પ્રિકોશન’ ડોઝ અપાશે. આગામી અઠવાડિયે વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં કોરોના અંગેની ર્જીંઁ છતાં પણ કોર્ટરૂમમાં સરકારી અધિકારી હાજર રહેતા ચીફ જસ્ટિસે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠના ધ્યાને આવ્યું હતું, બે સરકારી અધિકારીની હાજરીની નોંધ લેતા, તે અધિકારી કોણ છે તે અંગે માહિતી મેળવી હતી.