Gujarat

જુહાપુરાની મહિલા પર બાઈક પર આવેલ બે ઈસ્મોએ ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ
જુહાપુરા રોયલ અકબર ટાવરમાં રહેતાં મુનિરાબીબી શેખ (ઉં.૫૧) તેમની બે દીકરી અને પિતા સાથે રહે છે. એમના પતિ ૧૭ વર્ષથી અલગ રહે છે. મુનિરાબીબીના પિતા અમિનુલ્લા શેખની જમીન વિરમગામના માંડલ રોડ ગોલવાડ દરવાજા પાસે આઇઓસી કંપનીને ભાડા પેટે આપેલી છે, જેનો ભાડા કરાર વર્ષ ૨૦૨૦માં પૂરો થતાં પેટ્રોલ પંપના ડીલર દીપક ઠક્કર અને તેના ભત્રીજાએ ભાડું આપવાનું બંધ કર્યું હતું અને અમીનુલ્લાને જમીનનો દસ્તાવેજ રદ કરવા, જમીન તમને મળશે નહીં, તારી દીકરીઓ સ્કૂલથી પાછી નહીં આવે તેવી ધમકી આપી હતી. દીપક ઠક્કરના ઓળખીતા નવઘણ ભરવાડે પણ મુનિરાબીબીને જાનથી મારવાની ધમકી આપી હતી. ૩૦ મેએ મુનિરાબીબી પિતા અમીનુલ્લા સાથે ફતેવાડી કેનાલ પાસેના પાર્ટી પ્લોટમાં કાકાની દીકરીના લગ્નમાં ગયાં ત્યારે રાત્રે મુનિરાબીબી એકલાં રિક્ષામાં ઘરે આવતા હતાં ત્યારે ટુ-વ્હિલર પર મોઢે કપડું બાંધીને બે જણાંએ પિસ્ટલથી મુનિરાબીબીના પગ, પેટ તથા ડાબા હાથની આંગળી પર એમ ત્રણ ગોળી મારી હતી. ફાયરિંગ થતાં રિક્ષાચાલક રિક્ષાને અકબર ટાવરની અંદર લઇ ગયો હતો. આથી ફાયરિંગ કરનારા ત્યાંથી ભાગ્યા હર્ત મુનિરાબીબી રિક્ષામાં જઈ રહ્યાં હતાં ત્યારે ટુ-વ્હિલર પર મોઢે કપડું બાંધી બે જણાં તેમની પાસે આવ્યા હતા અને મુનિરાબીબી પર પિસ્ટલથી ધડાધડ ત્રણ ગોળીનું ફાયરિંગ કર્યું હતું. જ્યારે એક ગોળી માથામાં મારવા જતા મુનિરાબીબી નીચે નમી ગયા હતા અને ગોળી માથા પરથી નીકળી ગઈ હતી.વિરમગામના માંડલરોડ પર આવેલા પેટ્રોલ પંપના ભાડાની અદાવત રાખીને જુહાપુરાની ૫૧ વર્ષીય મહિલા પર ટુ-વ્હિલર પર આવેલા બે યુવકો ૪ ગોળી મારી હત્યાનો પ્રયાસ કરી ભાગ્યા હતા. મહિલાને પગ, પેટ અને આંગળી પર ગોળી વાગી હતી, જ્યારે તેઓ નીચે નમી જતાં એક ગોળી મિસ ફાયર થઇ હતી. મહિલાને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. આ અંગે વેજલપુર પોલીસે દીપક ઠક્કર તેનો ભત્રીજાે નવઘણ ભરવાડ અને ફાયરિંગ કરનાર બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

India-Gujarat-Gandhinagar-Fire-on-Gun-Mahila-Petrol-Pump.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *