નવાગઢ રેલવે સ્ટેશન પાસે બનેલી ઘટના
પોલીસે વડીયાના બે સહિત પાંચને રૂા. 28600ની મુદ્દામાલ સાથે દબોચ્યા
જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પાસે ઓટા પર આડા પડેલા યુવાનને અહિં શું કામ સુતો છો તેમ કહી શખ્સોએ છરી અને ઢીકાપાટુનો મારી ઓટા પર સુવાના રૂા .૧૦૦ પડાવી લુંટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી શ્રમિકને છરીના ઘા મારી લુંટ ચલાવનાર પાંચ શખ્સોને નવાગઢમાંથી ગણતરીની કલાકોમાં જેતપુર પોલીસે દબોચી લીધા હતા
બનાવ અંગેની વિગત મુજબ જેતપુરના નવાગઢ ગામે બાબા સાહેબના પુતળા પાસે રહેતા અને સાડીના કારખાનામાં મજુરી કામ કરતાં વિનોદ ગોપાભાઈ મકવાણા ( ઉ .૨૫) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાંચ અજાણ્યા શખ્સોના નામ આપ્યા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.25/05/2022 ના સાંજે ફરિયાદી પોતાના ઘરેથી જમીને બહાર આંટો મારવા નીકળ્યો હતો અને રેલવે સ્ટેશન નજીક ઓટા પર આરામ કરતો હતો ત્યારે એક અજાણ્યા શખ્સ આવીને અહિં શું કામ સુતો છો તેમ કહી ઝાપટ મારી ઓટા પર સુવાના રૂા .૧૦૦ બળજબરીથી લુંટી લીધા હતાં પાંચ શખ્સોએ તું ચોરી કરે છે તેમ ત્યારબાદ બે બાઈક પર આવેલા ઢીકાપાટુનો માર માર્યો હતો ફરિયાદી યુવાન આરોપીઓની ચુંગલમાંથી છટકી પાનની દુકાન તરફ ભાગતા ફરી તેને પકડીને આરોપીએ છરી વડે હુમલો કરતાં હાથમાં ઈજા પહોંચી હતી.આ વખતે ફરિયાદીએ દેકારો કરી મુકતા હુમલાખોરો નાસી છુટયા હતાં જ્યારે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ સંદર્ભે જેતપુર સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એચ. આઈ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફુટેજના આધારે નવાગઢમાંથી અજય ઉર્ફે કાનો ચીનુ લાલકીય (રહે. વડીયા) ફૈઝલ ઇલીયાસ મોતીયાણી (રહે. વડીયા), કુલદીપ પ્રકાશ મકવાણા (રહે. જેતપુર) યુનિક કાનજી મકવાણા (રહે. રાજકોટ) અને વિજય ઉર્ફે ટીડો વાલજી સાયલા (રહે. જેતપુર)ને રોકડ રૂા. 100, બે બાઇક અને ત્રણ મોબાઇલ ફોન સહિત રૂા.28600ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર


