જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ સાડી કારખાના નાં શેડનાં ઉપરનાં પતરા બદલાવતી વખતે વીજ કરંટ લાગતાં સર્જાયેલા અકસ્માતમાં શ્રમિકનું મોત નીપજયું હતું
આ અંગે મળતી માહિતી અનુસાર જેતપુરનાં ધોરાજી રોડ ઉપર કડવા પાટીદાર સમાજની વાડી આગળ આવેલ સાડીનું કારખાનામાં જયસુખ ડાંઇગમાં આવેલ સાડીના શેડમાં ઉપર પતરા રીપેરીંગનું કામ માટે જેતપુરનાં ચામુંડાનગરમાં રહેતા અરવિંદભાઇ કેશાભાઈ સોલંકી (ઉ.વ.૩૫) જાતે.દેવીપૂજક મજૂરી કામ માટે શેડના પતરા બદલવા ગયેલ હોઈ આશરે પાંચ વાગ્યાનાં સમયે શેડના દીવાલમાં આવેલ વીજ વાયરના શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગતાની સાથે યુવક છાપરા પરથી નીચે ખાબકતા સારવાર અર્થે જેતપુર સરકારી લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો શ્રમિક યુવકનાં પરિવારમાં નાના બે પુત્રો તેમજ ત્રણ પુત્રીઓ છે તેમજ તેમના પત્ની પણ અપંગ છે શ્રમિક પરિવારનો આધાર છીનવાતા હોસ્પિટલ ખાતે પરિવારમાં અરેરાટી પ્રસરી હતી જેતપુર સીટી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

