Gujarat

જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા ગૌવંશને લમ્પી વાઇરસ વિરોધી 3000 રસીઓના ડોઝનું અનુદાન

સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની તૃતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે ગૌવંશને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણ માટેનું અનુદાન આપી પ્રેરણા પૂરી પાડી..
કોરોના વાયરસથી માણસો પર આફત આવી પડી હતી તેમ સૌરાષ્ટ્ર,કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પશુઓ પર લમ્પી વાયરસની આફત આવી પડી છે. આ વાયરસની લપેટમાં પશુઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે. લમ્પીનું નામ સાંભળતા જ પશુપાલકોમાં ભય ફેલાઇ રહયો છે. પશુઘન કયાંક તેનો ભોગ બને તો નુકસાન ના વેઠવું પડે તેવી ચિંતા સતાવી રહી છે એ વચ્ચે  જેતપુરમાં ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો. દ્વારા આજે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લમ્પી વાયરસ વિરોધી 3000 જેટલી રસીઓના ડોઝનું અનુદાન આપી  સંસ્થાઓ તેમજ સેવાકીય પ્રવૃતિઓ માટે રાહ ચીંધ્યો છે.
 આજે  તા .૨૯ / ૦૭ / ૨૦૨૨ ના રોજ સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની તૃતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેઓશ્રીના સંસદીય વિસ્તારના સર્વે નાગરિકો, પ્રબુદ્ધ આગેવાનો,વિવિધ સંસ્થાઓ દ્વારા જુદા – જુદા સેવાકીય યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ, જેતપુર પોરબંદર વિસ્તારના લોકલાડીલા સાંસદ સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાએ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન આજીવન ગૌવંશની ખુબજ ચિંતા કરેલ અને તેઓના સંસદીય વિસ્તારમાં આવેલ કેટલાય ગામોમાં આધુનિક સુવિધાસભર ગૌશાળાઓ ઉભી કરેલ છે અને આ તમામ ગૌશાળાના નિભાવ માટે માતબાર રકમનું ભડોળ પણ ભેગુ કરેલ તેમજ ગૌશાળાઓના સુચારૂ સંચાલન માટે યોગ્ય અને અનુભવી વ્યક્તિઓને જવાબદારી સોંપેલ છે આમ , ગૌ.વા.સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ખરા અર્થમાં ગૌપ્રેમી અને ગૌસેવાને આજીવન વરેલા હતા . તેવાજ તેમના પનોતા પુત્ર અને જેતપુર – જામકંડોરણા વિસ્તારના યુવાન ધારાસભ્યશ્રી તથા પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા પણ મુંગા પશુઓની વેદના અનુભવતા હોય,તેઓએ ગૌવંશમાં જોવા મળેલ લમ્પી સ્કિન ડિસીઝના રોગ પ્રતિકારના પગલા અને આગોતરી કામગીરી માટે વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગને વેક્સીનેશનની ઝડપ વધારવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપેલ છે.
આ તકે જેતપુર શહેરની વિવિધ સંસ્થાઓને ગૌવંશને બચાવવા વેક્સીનેશનની કામગીરીમાં તન મન – ધનથી સહયોગ આપવા અનુરોધ કરતા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા પશુ દવાખાના જેતપુર ને લમ્પી વાઇરસ વિરોધી 3000 રસીઓના ડોઝનું અનુદાન આપવામાં આવેલ છે અને શહેરના જુદા – જુદા વિસ્તારોમાં રખડતી – ભટકતી – અશક્ત ગૌવંશને રસીકરણની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જીવદયાના આવા ખુબજ ઉમદા સેવાકીય કાર્યમાં જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન વહીવટી તંત્રને જરૂર પડ્યે સહકાર આપવા તત્પર છે તેમ એશોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયાએ ખાત્રી આપેલ છે .અને ગૌ.વા.સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના સત્કાર્યોને હૃદયપૂર્વક યાદ કરીને સંસ્થા વતી વિનમ્રભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે .

IMG-20220729-WA0191.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *