નડિયાદ
ઠાસરા તાલુકાના વણોતી ગામે રહેતા ૬૪ વર્ષીય કાંતિભાઈ શાભઈભાઈ પરમાર ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય છે?. તેઓની ખેતીલાયક જમીન કઠલાલ તાલુકાના ફાગવેલ સીમમાં આવેલી છે. આશરે દસેક વર્ષ પહેલાં જમીનના મુળ માલીકો પશીબેન લાખાજી રાઠોડની દીકરી તથા મંછાબેન લાખાજી રાઠોડની દિકરી બંન્ને (રહે,ફાગવેલ તા,કઠલાલ) નાઓની માલીકીની આવેલી હતી. જે જમીન તેઓની પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખેલી હતી. આ જમીનમાં અન્ય ભાગીદાર પણ હતા, પરંતુ ખાતા નંબર ૧૧૯૭ જેનો સર્વે નંબર ૪૬૨ ક્ષેત્રફળ ૨-૫૯-૦૦વાળી જમીન ધારાસભ્ય પોતે એકલાએ ખરીદી હોય ૭ ૧૨ની નકલમાં ધારાસભ્યનું નામ રેવન્યુ રેકોર્ડમાં ચાલે છે. આ ઉપરોક્ત જમીન વેચાણ દસ્તાવેજથી રાખેલી હતી. આ પછી બે એક વર્ષ સુધી ખેતી કરીને ઉપજ મેળવેલી હતી. પરંતુ આ જમીન પોતાના ગામથી દુર હોવાથી તેવો ખેતી કરવા આવી શક્યા નહોતા. જેથી આ માલીકીની જમીનમાં આશરે છ મહીના પહેલાં ધારાસભ્ય ગાડીના ડ્રાઇવર અતુલભાઇ ડી પરમાર (રહે.ડાકોર તા,ઠાસરા)ને લઈને ગયા હતા. આ વખતે ઉપરોક્ત જમીન ઉપર ૧૦ લોકોએ ગેરકાયદે કબ્જાે જમાવ્યો હતો. જેમાં જીવા પુંજાભાઇ રાઠોડ, દહા પુંજાભાઇ રાઠોડ, ભલા જીવાભાઇ રાઠોડ, રતી ઉદાભાઇ રાઠોડ, રઇજી ડાહ્યાભાઇ રાઠોડ, કાન્તી અમરાભાઇ રાઠોડ, કાન્તી બાબરભાઇ રાઠોડ, મનુ વિરાભાઇ રાઠોડ, શના કાન્તિભાઇ રાઠોડ અને અમરા બાબરભાઇ રાઠોડ (તમામ રહે શીવાબાપુના મુવાડા તાબે,ફાગવેલ,તા.કઠલાલ)નો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ ધારાસભ્ય કાંતિ પરમાર સાથે ઝગડો કરી અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે, હવે આ જમીન? પર પગ મુકશો તો જીવતા નહી રહેવા દઇએ. આ જમીન ભલે તમે વેચાણ દસ્તાવેજથી ખરીદેલી હોઇ પરંતુ અમારે આ જમીનમાં તમોને આવવા દેવાના નથી. તેમ કહેતા વધુ ઝગડો કરશે તેવુ લાગતા ધારાસભ્ય ત્યાંથી નિકળી ગયા હતા. આ સમગ્ર જમીન પચાવી પાડવાના કારસા સામે ધારાસભ્ય કાંતિ પરમારે કલેક્ટરમાં અરજી આપી હતી. જે અરજી ચાલી જતાં કલેક્ટરે લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા ફરિયાદીને હુકમ કર્યો હતો. જેથી ગત રોજ ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારે પોતાની જમીન પર ગેરકાયદેસર રીતે કબજાે જમાવનારા ઉપરોક્ત ૧૦ લોકો સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળના ગુનાઓ? વધી રહ્યા છે. ભૂમાફિયાઓ હવે સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય વગ ધરાવતા લોકોની જમીન પર પણ કબજાે જમાવી રહ્યા છે. ત્યારે ઠાસરાના એમએલએની કઠલાલના ફાગવેલ સીમમાં આવેલી ખેતીલાયક જમીન પર ૧૦ લોકોએ કબ્જાે જમાવતા ધારાસભ્યએ ૧૦ સામે ફરિયાદ નોંધાવી છે. આ જમીન પચાવી પાડવાના કારસા અન્વયે કઠલાલ પોલીસે કલેક્ટરના હુકમના આધારે ધારાસભ્યની ફરિયાદ નોધી લેન્ડગ્રેબિગના એક્ટ હેઠળની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
