ડીસા
કોરોના વાઇરસની પહેલી અને બીજી લહેરે તબાહી મચાવી હતી અને ત્રીજી લહેર ચાલી રહી છે. ઓમીક્રોન વેરિયન્ટના સતત વધતાં જતાં કેસને પગલે સરકાર પણ ખૂબજ સક્રિય બની રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેમ ઘાતકી સાબિત ન થાય તે માટે સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર. લેબ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓનું ઝડપથી નિદાન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ડીસા ખાતે અત્યાધુનિક આર.ટી.પી.સી.આર.લેબ શરૂ કરવામાં આવી છે. સિત્તેર લાખના ખર્ચે તૈયાર થયેલી આ લેબમાં નવ જણનો સ્ટાફ છે અને દિવસમાં આઠ કલાક સુધી આ લેબ કાર્યરત રહેશે. જેથી ડીસામાંથી લેવાયેલા આર.ટી.પી.સી.આર. સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળી રહેશે. નોંધનીય છે કે આજે શનિવારે આ લેબનું ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ડીસામાં રાજ્ય સરકાર દ્વારા ૭૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આર.ટી.પી.સી.આર. લેબનું ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. આ લેબ જિલ્લાની ત્રીજી લેબ છે અને હવેથી ડીસા સહિત આસપાસના વિસ્તારમાંથી લેવાયેલા કોરોનાના આર.ટી.પી.સી.આર. સેમ્પલના ઝડપથી રિપોર્ટ મળી રહેતા કોરોનાની સારવારમાં સરળતા રહેશે.


