Gujarat

ડીસા જલારામ મંદિરે શ્રધ્ધા અને વિશ્ર્વાસનું મળ્યું અદભૂત પરિણામ

ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ…

ડીસા જલારામ મંદિરે પ્રતિદિન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.ગુરૂવારે સાંજે પદયાત્રીઓ,મહાઆરતી,બાપાનો વાર અને ખીચડી પ્રસાદને લીધે દર્શનાર્થીઓની સંખ્યા પણ વધારે હોય છે.ગયા ગુરૂવારે દીલીપભાઈ દેવરામભાઈ રતાણી,તેમનાં ધર્મપત્ની સરોજબેન,દીકરો ઉર્મિલ અને નાનો બાબો દર્શન માટે આવેલ ત્યારે શરતચૂકથી સોનાની બે બંગડી(અંદાજે કિંમત બે લાખ રૂપિયા) અને 300 રૂપિયા રોકડ સાથેનું એક પર્સ પડી ગયેલ જેની ઘેર પહોંચ્યા પછી જાણ થયેલ.
આ બાબતે તાબડતોબ મંદિરે તપાસ કરતાં પર્સ મળેલ નહીં.ત્યારબાદ જલારામ મંદિરના સમર્પિત અગ્રણી કાર્યકર પરેશભાઈ નારણલાલ ઠક્કરે સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી એક અપરિચિત બેનના હાથમાં પર્સ ગયું હોવાનું માલૂમ પડેલ.આ બાબતે ઉંડી તપાસ કરતાં તેમજ કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદીનો સહકાર મળતાં શુભ સોસાયટીની એક મોદી બહેને તેમને મળેલ સોનાની બંગડીઓ પરત કરી હતી.
દીલીપભાઈ રતાણી અને એમના પરિવારની પૂજ્ય જલારામ બાપા ઉપરની અખંડ, અતૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસને લીધે સોનાની બંગડીઓ પરત મળતાં સૌ જલારામ ભકતોએ અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *