વડાપ્રધાનશ્રી દ્વારા ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ થી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવેલ. જેમા લાભાર્થીને ૫.૦૦ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આયુષ્માન ભારત કાર્ડ હોવુ જરૂરી છે. જેથી લાભાર્થી આ કાર્ડ સાથે PMJAY સાથે સંકળાયેલ હોસ્પિટલ ખાતે જઇને વિનામુલ્યે સારવાર મેળવી શકે જેથી અત્રેના જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ મેળવી શકે તે હેતુથી અત્રેના જિલ્લાના તમામ પ્રા.આ. કેન્દ્રો ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં આવનાર લાભાર્થી પાસે “માં” કાર્ડ / “માં” વાત્સલ્ય કાર્ડ (રીન્યુઅલ થયેલું) અથવા ૪.૦૦ લાખથી ઓછી આવકનો દાખલો (તલાટી / તાલુકા વિકાસ અધિકારીશ્રી / મામલતદારશ્રી માથી કોઇપણ એકનો કોમ્પ્યુટરાઇઝડ કેમ્પના ૨ કે તેથી વધુ દિવસ પહેલાનો) હોવો જોઇએ તથા રાશન કાર્ડ, આધાર કાર્ડ લઈને આવવાનું જણાવવાનું રહેશે.
સદર કેમ્પ છોટાઉદેપુર જિલ્લામાં દરેક તાલુકાના પ્રા.આ. કેન્દ્રો ખાતે તા.૧૭/૦૨/૨૦૨૨ થી તા.૧૯/૦૨/૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. તેથી કેમ્પનો લાભ વધુમાં વધુ લોકો લે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર