વડોદરા
વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા શાખા હસ્તક શેરખી ઇનટેક વેલ પાસે આવેલ સરદાર સરોવર નિગમ લિમિટેડ હસ્તક કેનાલમાં આવતી લીલ-શેવાળના કારણે શેરખી ઇનટેક વેલ ખાતે પંપીંગ દ્વારા ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે તેમાં ઘટાડો થયો હોવાથી ખાનપુર વોટર ટ્રિટમેન્ટ બેઝ શહેરના પશ્ચિમ ઝોન ખાતેની ગાયત્રીનગર ટાંકી, વાસણા ટાંકી, હરિનગર ટાંકી અને માંજલપુર ટાંકી ખાતેથી પાણીની ઉપલબ્ધતા મુજબ ૧૦થી ૧૫ મિનિટ કાપથી પાણી વિતરણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.નર્મદા કેનાલમાંથી પીવાના પાણીમાં આવતી લીલ-શેવાળના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી વડોદરા શહેરના વાસણા, હરિનગર અને માંજલપુર વિસ્તારમાં ઓછો સમય પાણી મળશે.


