Gujarat

નવસારીના આમડપોરમાં રિક્ષામાંથી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ

નવસારી
નવસારી જિલ્લાના આમડપોરમાં પેટ્રોલીંગ કરી રહેલી ગ્રામ્ય પોલીસે સુરત તરફ જતી રીક્ષા અટકાવી પૂછપરછ કરી હતી. જેમાં રિક્ષાચાલકની સીટ નીચે અને પાછળના ભાગે આવેલા એન્જિન ઉપર સિફતપૂર્વક ગોઠવેલા દારૂની ગંધ પોલીસને આવતા પોલીસે એક આરોપી રાહુલ સિંહ સમર બહાદુરસિંહની ધરપકડ કરી છે. સાથે જ રૂ. ૨૫ હજાર ૨૮૦ના દારૂ સાથે રિક્ષા મળી કુલ રૂ. ૭૫ હજાર ૭૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ સમગ્ર કેસમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂનો મુદ્દામાલ ભરાવી આપનાર રાહુલ રાજુભાઈ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર અખિલેશ યાદવની શોધખોળ ગ્રામ્ય પોલીસે શરૂ કરી છે. હાલમાં દમણથી સુરત અને અન્ય શહેરોમાં સપ્લાય થતાં દારૂની હેરાફેરીમાં હોળી-ધુળેટીમાં વધારો થયો છે. જેને પગલે પોલીસ પણ એક્ટિવ બનીને બુટલેગરો પર ત્રાટકી રહી છે અને રોજેરોજ પ્રોહિબિશનના કેસમાં વધારો નોંધાવા પામ્યો છે.

The-rickshaw-was-carrying-alcohol-hidden-in-the-rear-engine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *