સાબરકાંઠા
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન ભરચક વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરોએ એક મકાનમા પ્રવેશ કર્યો હતો. જેમા મકાન માલિક અશોકકુમાર કાન્તીભાઇ રાવલ જાગી જતા ચોરીના ઇરાદે આવેલ તસ્કરોએ મકાન માલિક અશોકકુમાર ઉપર લાકડીઓ અને ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. અને મકાન માલિકને માથાના ભાગે લાકડી તથા અન્ય ધારદાર હથિયાર મારતા અશોકકુમાર રાવલને માથાના ભાગેથી લોહી નિકળ્યુ હતુ. તો અશોકકુમાર રાવલ પોતે ઇજાઓ પહોચી હોવા છતાંય હિંમત સાથે તસ્કરો સામે બાથ ભીડી હતી. બુમાબુમ થતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા અને તસ્કરો ભાગી ગયા હતા. પ્રાંતિજમાં ગણેશ ટ્રેડર્સના માલિક અશોકકુમાર રાવલ ને માથાના ભાગે પગે તથા શરીરે ઈજાઓ પહોચતા માથામાં ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમા તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઇ જવામા આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ ખાતે લઇ જવામા આવ્યા હતા. જયારે સમગ્ર ધટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાંતિજ પોલીસ દ્રારા સોસાયટી સહિત એપ્રોચરોડ તથા રેલ્વેસ્ટેશન રોડ ઉપર લાગેલ સીસીટીવી ફુટેજ તપાસ સાથે પુછપરછ હાથધરી હતી.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વૃંદાવન સોસાયટીમા તસ્કરો મકાનને નિશાન બનાવી મકાનમા પ્રવેશ કરતા મકાન માલિક જાગી જતા મકાન માલિક ઉપર જીવલેણ કર્યો હતો. તો બુમાબુમ થતા તસ્કરો ભાગી ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત મકાન માલિકને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા, અને આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

