ત્યારે બોડેલી તાલુકાના પાણેજ સહિતના ગામોના ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની હાલત દયનિય બની છે તેમજ અનેક લોકો ઘર વિહોણા પણ થયા છે જ્યારે અનેક ખેડૂતોના ખેતરોમાં નજીકમાં આવેલ નદીની રેતીના થર જામી ગયા છે જ્યારે સરકાર દ્વારા ઝડપથી સહાય કરવામાં આવે તેવી ખેડૂતો સહિત ગ્રામજનો ની માંગ
બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ગત ૧૦ જુલાઈના રોજ ભારે વરસાદ ખબકયા હતો જેને લઈ બોડેલી તાલુકામાં સહિત જિલ્લામાં ભારે નુકસાન થવા પામ્યું છે બોડેલીના ઇતિહાસમાં ૨૨ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈ તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે રોડ રસ્તાઓ, નાળા ,પુલ નું ધોવાણ થયું હતું સાથે સાથે ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યું હતું આ ઉપરાંત ખેતીમાં પણ જળબંબાકાર સ્થતીના લીધે ભારે નુકસાન થવા પામ્યું છે કોરોના મહામારી, કમોસમી વરસાદમાં થયેલા નુકસાન બાદ હવે માંડ માંડ ઉભો થયેલા ખેડૂત ઉભો થયેલો ખેડૂતના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેતરોમાં નદીન કે તળાવ હોય તેવી સ્થતી નું નિર્માણ થયું હતું અને ખેડૂતોના કપાસ, તુવેર, કેળ સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે. ઉચ્છ નદીના કિનારે વસેલુ બોડેલીનું પાણેજ ગામ આખું પાણીમાં ગરકાવ થયુ હતું, ગામ આખામાં આમ ઘરો પાણીમાં ડૂબી જતાં ઘર વખરી, અનાજ સહિતની તમામ ચીજ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ હતી, જ્યારે ગામમાં અનેક લોકો ઘર વિહોણા પણ થયા છે જ્યારે પશુપાલકોના પશુઓ તણાઈ ગયા હતા તેમજ લોકોને SDRF ની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા, પૂરગ્રસ્ત એવા પાણેજ ગામની રાજ્ય કક્ષાના મંત્રીએ મુલાકાત લઈ લોકોને સહાયની હૈયા ધારણ આપી હતી, ત્યારે પાણેજ ગામના 250 ખેડૂત ખાતેદારો કે જેમની એક હજાર કરતા વધુ એકર જમીનમાં તેઓ ખેતી કરે છે તમામ ખેતરોમાં કરેલ પાક નદીના પ્રવાહ સાથે તણાઈ ગયું હતું અને ખેતરોમાં નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતા ખેતરોમાં ક્યાંક ઊંડા ખાડા પડી ગયા તો અનેક ખેતરોમાં ૩-૪ ફૂટ જેટલા રેતીના થર જામી ગયા છે ઉભો પાક તો તણાઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે પરંતુ ફળદ્રુપ જમીનમાં ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક રેતીના થર જામી જતા હવે જમીન ખેતી લાયક પણ રહી નથી તેવામાં ખેડૂતો જમીન સમતલ કરવા અને રેતી હટાવવા મદદરૂપ બનવાની સાથે જગતના તાત ને બેઠો કરવા માટે સરકાર પાસે સહાય ની દાદ માંગી રહ્યા છે. જ્યારે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તંત્રના અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી છે પરંતુ અત્યાર સુધી સહાયના કોઈ પૈસા ખાતામાં આવ્યા નથી તેમ ગ્રામજનો કહી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર