Gujarat

ભુજના દેશલસર તળાવમાંથી વેલોને દિલ્હીની સંસ્થાના સહયોગથી દૂર કરાઈ

ભુજ
વર્ષોથી દેશલસર તળાવ પ્રત્યે ઓરમાયું વલણ રાખવામાં આવતું હોવાના આક્ષેપ થતા રહ્યા છે. જેમાં કુદરતી ઊગી નીકળેલી જલકુંભી નામની વેલને દિલ્હીની સંસ્થાના આર્થિક સહયોગ સાથે સફળતાપૂર્વક દૂર કરી દેવામાં આવી છે. જેમાં ભરાયેલા પાણી આગામી સમયમાં ખાલી કરી તેમાં રહેલી ગટરની ચેમ્બર દૂર કરવામાં આવશે. રાજકોટના વૃદ્ધાશ્રમ આશ્રમ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર હજારોની સંખ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેનું જતન પાલિકા સફળતાપૂર્વક કરી રહી છે. નાગોર ડમ્પિંગ સ્ટેશન પર વર્ષોથી પડેલા લીગલ વેસ્ટને દૂર કરવાની જાહેર નિવિદા બહાર પાડી કોન્ટ્રક્ટ આપી દેવાયો છે. આ સિવાય અનેકવિધ જાહેર સુખાકારી જેવા કે પુટપાઠ, જાહેર માર્ગ, પીવાના પાણી માટેના મોટા પાણીના ટાંકા નિર્માણ કરવા, સિટી બસ સેવા શરૂ કરવી સહિતના કાર્યો રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.ભુજ નગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીને એક વર્ષ પૂર્ણ થવા પર શહેરમાં વિકાસ કાર્યો અંતર્ગત કરવામાં આવેલા સુધારા અંગે વિસ્તૃત માહિતી જાહેર કરી હતી. જેમાં રાજાશાહી વખતના દેશલસર તળાવમાં ઊગી નીકળેલી જલકુંભીને દિલ્હીની સંસ્થાના સહયોગ વડે દૂર કરી પાલિકાના સ્વભંડોળનો ખર્ચ બચાવ્યો હતો. જ્યારે શહેરના મુન્દ્રા રોડ, જ્યુબિલીથી હોસ્પિટલ રોડ સહિતના માર્ગો પર સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વૃક્ષ ઉછેરની કામગીરી હાથ ધરી હરિયાળું બનાવવાના સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે.

Removed-water-hyacinth-from-Deshalsar-lake-in-collaboration-with-Delhi-Institute.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *