નિસાર શેખ.મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં અંદાજે રૂપિયા 83 લાખ ઉપરાંતના વિકાસનાં કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મદિના મસ્જિદ થી કલ્યાણી નાં ધર પાસે પેવર બ્લોક , બહુચર માતા મંદિર પાસેથી પ્રકાશભાઈ વકિલ નાં ધર સુધી પેવર બ્લોક , ઈન્દીરા આવાસ થી બસીરભાઈ નાં ધર સુધી સી.સી.રોડ,કોમ્યુનિટી હોલ તરફ જવા માટે સ્વેડ ડ્રેઈન અને સી.સી.રસ્તાનું કામ ,ગણપતભાઈ મિસ્ત્રી નાં ધર તરફ જતાં સી.સી.રસ્તાનું કામ , શાની મહોલ્લાથી કાજીની હવેલી સુધી સી.સી.રોડ ,ભાથીજી મંદિર પાસે આવેલ સ્લેબ ડ્રેઈન નું કામ, કલાલ ફળિયામાં ગટર લાઈન નું કામ , સ્વીટુ ભાઈ નાં ધર પાસે પેવર બ્લોક , ખ્રિસ્તી વાસમાં પેવર બ્લોક અને ગટર લાઈન નું કામ , દુધી ફળી તરસનો સી.સી.માર્ગ , હરિજનવાસમાં પેવર બ્લોક , ઉદરિયા ભાગોળ માં પ્રવેશવાના માર્ગમાં સી.સી.રોડ , બસ સ્ટેશન ની સામે ભીખાભાઈ નાં ધર પાસે સી.સી.રોડ , ડાકોર રોડ બારદાનવાડાના ધર પાસે સી.સી.રોડ , પેવર બ્લોક અને ઓપન ગટરનું કામ , પુંજા ભાઈ ચુનારાના ધર પાસે સ્ટોમ વોટર ડ્રેઈન અને સી.સી.રોડનુ કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક , ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ ( એડવોકેટ ) સહિત સ્થાનિક પાલિકાના સભ્યો હાજી સાકીરભાઈ મન્સુરી , ખિજજર ખાન પઠાણ ( એડવોકેટ ) , નાયદા બાનું કાજી , હાજરા બાનું શેખ , રસીદા બાનું ,ઈમરાન ભાઈ , જતીનભાઈ , સોહેબ ભાઈ સૈયદ,નસીમ બાનું તેમજ વિધિ બેન ઉપસ્થિત રહ્યાં હતાં


