માંગરોળ તાલુકાના વોર્ડ નંબર ૬ થી ૯ ના લોકો માટે તા.૬ ઓગસ્ટ ના રોજ નગરપાલિકા કચેરી માંગરોળ ખાતે સવારના ૯ કલાક થી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં લોકોને લાભ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્રનોનો ત્વરીત ઉકેલ લાવવા, તેમજ એક જ સ્થળે ૫૬ જેટલી સેવાઓ આપવા સેવાસેતુનો અભિગમ અપનાવાયો છે. જેથી લોકોને અલગ-અલગ કચેરીમાં જવામાંથી મુક્તિ મળવા સાથે નિયત સમયમર્યાદામાં લોકોના પ્રશ્નો-અરજીઓનું નિવારણ કરી શકાય.વિવિધ સહાય મેળવવા ઇચ્છતા લોકોએ પોતાના આધાર પૂરાવા સાથે હાજર રહેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
