અરવલ્લી
સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, કેટલીક વાર ખાડાઓના કારણે મોટા અકસ્માતો થાય છે અને જાનહાની થાય છે. સવારે મોડાસાના મારડીયા પાસે વિજયનગરથી પેટલાદ જતી એસટી બસ લગભગ ૫૫ મુસાફરો સાથે પસાર થતી હતી. તેવામાં તેની પાછળ એક ટ્રક ડ્રાઈવરે ખાડા ટાળવા માટે બ્રેક મારતા ટ્રક અને બસ ધડાકા ભેર અથડાયા હતા. એસટી બસમાં મુસાફરોએ ચિચિયારીઓ પાડી હતી, ત્યારે એસટી બસમાં સવાર ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય ૫૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

