*
મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી
કે.જે.ચૌધરી નાઓએ ભીમ અગિયારસના તહેવાર સબબ અમરેલી જીલ્લામાં સઘન પેટ્રોલીંગ રાખી, જૂગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.ઇન્સ. શ્રી, ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હિંડોરણા બીટના એ.એસ.આઇ. ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ ટીમે છતડીયા ગામે, પ્રાથમિક શાળાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા તેર ઇસમોને રોકડા રૂ.૪૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓ*(૧) ચંદ્રેશભાઇ દડુભાઇ ધાખડા (૨) રાજદીપભાઇ ગભરૂભાઇ ધાખડા (૩) જયરાજભાઇ ચાપરાજભાઇ ધાખડા (૪) અશોકભાઇ માધાભાઇ વાઘેલા (૫) શીવરાજભાઇ આલ્કુભાઇ ડાભીયા (૬) મેહુલભાઇ જેઠુરભાઇ કારેટા (૭) હરેશભાઇ જેતુભાઇ ડાભીયા (૮) જયરાજભાઇ પથુભાઇ ધાખડા (૯) મેહુલભાઇ ભુપતભાઇ ગોંડલીયા (૧૦) રાકેશભાઇ જેન્તિભાઇ મુંજાણી (૧૧) પીઠુભાઇ મધુભાઇ ડાભીયા (૧૨) ભરતભાઇ બાબુભાઇ ધાખડા (૧૩) દીલુભાઇ વલ્કુભાઇ ડાભીયા રહે.તમામ છતડીયા તા.રાજુલા જિ.અમરેલી
આ કામગીરી પો.ઇન્સ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે. તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

