Gujarat

લગ્નમાં ડીજેના અવાજમાં ૧૨ વર્ષની તરુણીને ખેંચી બળાત્કાર કરાયો

માંડવી
માંડવી તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્નની આગલી રાત્રિએ ડીજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામની ૧૨ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે આવી હતી. સગીરા બહેનપણી સાથે બેઠી હતી અને માતા-પિતા લગ્નની કામગીરી કરી રહ્યાં હતાં. મોડી રાત્રિએ સગીરા તેની બહેનપણી સાથે લગ્ન મંડપથી થોડે દૂર ગઈ હતી, એ દરમિયાન લગ્નમાં આવેલો માંડવી તાલુકાનો વીસડાલિયા ગામનો ૨૧ વર્ષીય પરિણીત યુવક સગીરાનું મોં દબાવીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી તરફ સગીરા સ્થળ પર જાેવા ન મળતાં માતા સહિત બહેનપણીએ તેની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન જેમ તેમ કરી સગીરા હવસખોરની ચુંગાલમાંથી છટકી ભાગી ગઇ હતી. અને માતા-પિતા પાસે આવી આપવીતી જણાવી હતી. એ અંગે સગીરાના પિતાએ માંડવી પોલીસને જાણ કરતાં માંડવી પોલીસે ૨૧ વર્ષીય પરિણીત પુરુષ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં ફરાર બળાત્કારીને ઝડપી પાડી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગિટિવ આવ્યા બાદ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.માંડવી તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રિના ૧૨ વર્ષીય સગીરા ડીજે ગરબાના કાર્યક્રમમાં ગઈ હતી. આ દરમિયાન સગીરા તેની બહેનપણી માટે લગ્ન મંડપથી થોડે દૂર ગઈ હતી. ત્યારે ૨૧ વર્ષીય પરિણીત પુરુષ સગીરાને બળજબરીથી બાજુના ખેતરમાં ઊંચકી લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

Raped-a-12-year-old-girl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *