વડોદરા
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, પીએમ પ્રવાસે જાય ત્યારે નિરીક્ષણ કરે છે. જાપાન ગયા ત્યારે બુલેટ ટ્રેન જાેઇ હતી જે સાકાર થઇ રહી છે. સિંગાપોરની આવાસ યોજના પરથી પીએમ આવાસ યોજનાનું નિર્માણ થઇ રહ્યું છે. સાઉથ કોરિયાની ક્લીન રિવર પરથી ગંગા સાફ કરવાનું મિશન શરૂ થયું છે. પાકિસ્તાન સાથે ઝીરો ટોલરન્સ નીતિ અને ચીન સાથે મ્યુચ્યલ રીસ્પકેટ એ સિધ્ધાંત પર વિદેશ નીતિ સ્પષ્ટ છે. ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતનું સ્થાન વિશ્વ ગુરૂ સમાન થઇ ગયું છે. યુક્રેન યુધ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે પરત આવી રહ્યા હતા તેમને કોઇ મુશ્કેલી નડી રહી ના હતી. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ ભારતના રાષ્ટ્રધ્વજના સહારે નીકળ્યા તે ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. વિદેશ મંત્રી છેલ્લા ૨ દિવસથી શહેરની મુલાકાતે છે. સોમવારે તેઓ સવારે શી ટીમની કચેરીએ પહોંચ્યા હતા, તેઓએ શી ટીમની વિવિધ કામગીરી વિશે માહિતી મેળવી હતી અને કામગીરી અંગે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ખૂબ જ સરાહનીય છે અને ભારતનાં દરેક શહેરમાં આ પ્રોજેક્ટને લાગુ કરવો જાેઈએ.વિદેશ મંત્રાલયમાં કામ કરતો હતો ત્યારે વિદેશથી પરત આવ્યા પછી થતું કે ભારતમાં આવો વિકાસ ક્યારે થશે. જાેકે ૨૦૧૪ પછી પરિવર્તન આવ્યું છે. ૧૦૦ રૂપિયા દિલ્હીથી નીકળતા હતા જે ૧૦ રૂપિયા બની જતા હતા. પાણી, આરોગ્ય, વીજળી, સ્વચ્છતા, રોજગારી જેવી સુવિધા આપવા વડાપ્રધાને મહત્વની યોજના અમલમાં મૂકી તેનું સુદ્રઢ અમલીકરણ કરાવ્યું. હવે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે તેમ વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સિમલા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં વડોદરાથી વિદેશમંત્રી તથા શિક્ષણ મંત્રી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા.
