Gujarat

સાવરકુંડલા શહેરના આમ આદમીની ભોજન થાળીમાંથી લીંબુ ગાયબ.. લીંબુની ખટાશ ચડી આસમાને.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલા શહેરમા હવે લીંબુનાં ભાવ આસમાને પહોંચ્યા. રોજ- બ – રોજ વપરાશમાં લેવાતાં લીંબુડાનો હવે મોંઘી જણસમાં સમાવેશ.. એક કિલોના ૩૫૦ થી ૪૦૦. રૂપિયા.. હવે તો શાકમાર્કેટમાં પણ માત્ર  ચાર પાંચ શાકભાજીના વેપારી જ લીંબુનો વેપાર કરે છે.. આમ કૂદકે ને ભૂસકે વધી રહેલાં લીંબુના ભાવથી સાવરકુંડલા શહેરમાં હવે લીંબુનો લકઝરીયસ ખાદ્યચીજમાં સમાવેશ થયો હોય તેવું લાગે છે. હવે તો લીંબનું ચિત્ર જોઈને લીંબુની  માનસિક ખટાશ માણવા માટે આમ જનતા મજબૂર. બદલતી પર્યાવરણીય પેટર્ન અને ગત વર્ષે તોકતે વાવાઝોડુંના કારણે લીંબુડીનો સોથ વળી ગયો તેની અસર હવે આ કાળઝાળ બળબળતાં ઉનાળામાં દેખાવા લાગી.. હજુ પણ લીંબુના ભાવ વધવાની સેવાતી આશંકા.. હવે તો લોકો વ્યંગમાં એમ કહેતાં જોવા મળે છે કે શેરને બદલે આ લીંબુમાં આર્થિક રોકાણ કર્યું હોતતો મનભરીને લીંબુનો સ્વાદ તો માણત.. આખરે આમ આદમી પણ વ્યંગબાણ છોડવા સિવાય કરે શું? આસમાને પહોંચતાં લીંબુના ભાવે આમજનતાની ભોજન થાળીમાંથી લીંબુ ગાયબ કરી કરી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *