Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૧૪૧ મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ ભક્તોએ ખૂબ જ ભક્તિપૂર્ણ વાતાવરણમાં ભાવ અને શ્રધ્ધા પૂર્વક પૂજન – અર્ચન, દર્શન અને મહાપ્રસાદનો લ્હાવો  લીધો. સમગ્ર પ્રાંગણ જલારામમય જોવા મળેલ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સદાવ્રતની આહલેક જગાવી અન્નદાનમાં જ પ્રભુને પામવાનો સમગ્ર વિશ્ર્વને રાહ ચિંધનાર અને જનસેવા એ જ પ્રભુસેવાને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારા ટુકડો ત્યાં હરિ ઢુકડો એ સૂત્રને જીવન પર્યંત સાંગોપાંગ ઉતારી હજુ પણ એ સદાવ્રતનો નાદ વિરપુર જલારામ મંદિરમાં ગુંજતો કરનારા એવાં નાત જાતનાં ભેદભાવ વિના માત્ર અન્ન એ જ બ્રહ્મ છે. એવાં આદર્શને ચરિતાર્થ કરીને જગતને એક અનોખો રાહ દેખાડનાર સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપાની ૧૪૧ મી પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરમા આવેલ જલારામ મંદિર ખાતે તારીખ ૨૬/૨/૨૨ના રોજ  ભારે આસ્થા અને ભાવપૂર્વક જલારામ ભક્તોએ જલારામ બાપાનાં પૂજન આરતી દર્શન કરીને આ નિમિત્તે સાવરકુંડલા જલારામ સત્સંગ મંડળ આયોજિત મહાપ્રસાદનું આયોજન પણ  થયેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ કોટક, ભરતભાઈ માનસેતા, હસુભાઈ માખેચા,જસાભાઈ સરૈયા, નરેન્દ્રભાઈ વણઝારા, મનોજભાઈ વણઝારાએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમનાં આ સેવા કાર્યને સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂ તથા પત્રકાર બિપીન પાંધીએ  બિરદાવી તમામ સેવકગણોને અભિનંદન પાઠવ્યા હતા આ તકે સાવરકુંડલામાં રહેતાં જલારામ બાપાના ભક્તોએ ભારે શ્રધ્ધા અને આસ્થાભેર બાપાનાં પૂજન આરતી દર્શન  બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો..સમગ્ર કાર્યક્રમ જલારામ સત્સંગ મંડળના  પ્રમુખ પરેશભાઈ કોટક તથા જસાભાઈ સરૈયા દ્વારા આજીવન દાતા શ્રી સ્વ. મનસુખભાઇ જસરાજભાઈ રાયચા. હ. ગીરીશભાઈ, સ્વ.પ્રશાંતકુમાર નવનીતભાઇ હરીયાણી, સ્વ. મહેશકુમાર વિઠ્ઠલદાસ વીઠલાણી. હ. જયોતિબેન, સ્વ. કિશોરકુમાર વ્રજલાલભાઈ સૂચક. હ. હીતેષભાઈ,
તથા શ્રી નવનીતરાય વલ્લભદાસ ગઢીયા. હ નવનીતરાય. વગેરે આજીવન દાતાશ્રીનો પણ આ તકે જલારામ સત્સંગ મંડળ વતી આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *