સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું
હજુ ચોમાસુ તો મુંબઈ સુધી નથી પહોંચ્યું ત્યાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠાનો મોટી ધારે, ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પ્રારંભ.. *દો બૂંદ બારીશ કી ક્યા ગિરી, બીજલી રાની રૂઠ ગઈ..!!* નાના ભૂલકાઓ આવા વરસાદમાં ભીંજાઈને પલળવાનો આનંદ માણતાં જોવા મળેલ. આવ, રે.! વરસાદ ઢેબરિયો પરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક… નિચાણવાળા રસ્તામાં પાણી પણ ભરાવાની શક્યતા. આવા કમોસમી માવઠામાં વીજતંત્રનાં કટાઉપણાની પણ કસોટી..! વરસાદી વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવતા લોકો.. વીજળીના રીસામણા આમ જનતાને ખૂબ વસમા લાગે છે.. આમ તો હવે પ્રિ-મોન્સૂન કામગીરી પણ થઈ ગઈ હોવી જોઈએ.. લગભગ પોણાત્રણ વાગ્યા આસપાસ શહેરમા વરસાદનું આગમન થયું પ્રસ્તુત તસ્વીર સાવરકુંડલા સ્વામીનારાયણ ગુરુકુળ ઉચ્ચતર પ્રાથમિક શાળાના સંનિષ્ઠ *વિજ્ઞાન શિક્ષક શ્રી પિયુષભાઈ દવે* દ્વારા ગાયત્રી સોસાયટીની મોકલવામાં આવેલી.


