Gujarat

સુરતના સાયણમાં સીએનજી પંપ પર મહિલાએ ધમાલ મચાવી તોડફોડ કરી

સુરત
સુરત જિલ્લાના સાયણના એક પેટ્રોલ-સીએનજી પંપ પર ગેસ ફીલિંગને લઈ કારમાં સવાર મહિલાએ ધમાલ મચાવી કર્મચારીને તમાચો માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફોન કરી માણસો બોલાવો પંપના ૩-૪ કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ પથ્થરમારો કરી તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જાેકે આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પંપનો કર્મચારી એ જણાવ્યું હતું કે, તેઓ અમરોલી વરિયાવ ગામના નાના માછીવાડમાં રહે છે. એક ઈકો કારમાં એક યુવક અને તેમની સાથે આધેડ વયની મહિલા કારમાં ગેસ પુરાવવા સીએનજી ફીલીંગ સ્ટેશન ખાતે આવ્યા હતા. દરમિયાન ઈકો કારના ચાલકે ગેસ પુરવા બાબતે પંપના ફીલર વિજય અમરત માછી સાથે બોલાચાલી કરી હતી અને કારમાં બેસેલી આધેડ વયની મહિલાએ કારમાંથી નીચે ઉતરી વિજયને તમાચો મારી દીધો હતો. વધુમાં જણાવ્યું મામલો ઉગ્ર બનાવી કાર ચાલકે ફોન કરીને તેના મિત્રોને બોલાવી લીધા હતા. જેથી ફોન ઉપર કાર ચાલકના સાતેક જણા પંપ ઉપર ધસી આવ્યા હતા અને પંપના કર્મચારી શૈલેષ પટેલ, વિજય માછી, બુદ્ધિવલાસ યાદવ, રામબાબુ યાદવ અને રાજ માછી ઉપર સ્ટીલના ડસ્ટબીન અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે હુમલાખોરોએ સીએનજી પંપની બાજુમાં મુકેલા પે-એટીએમનું બોર્ડ તથા ખુરશીઓ, પેટ્રોલ ડિઝલ યુનિટમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરતા અમરોલી પોલીસે કાર ચાલક, તેની સાથે આવેલી આધેડ વયની મહિલા અને ફોન ઉપર બોલાવેલા સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

The-woman-in-the-car-at-the-CNG-pump-made-a-fuss.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *