Gujarat

હળવદના ખેડુતે તેના જીરૂના પાક પર કોઈએ ઝેરી દવા છાંટી દેતા નુકશાનની ફરિયાદ નોંધાવી

મોરબી,
હળવદના નવા ધનાળા ગામે રહેતા પ્રવિણભાઇ સોનાગ્રા નામના ખેડૂતે શિયાળુ પાકમાં જીરૂ વાવી પાકની માવજત કરતા તેમની વાડીમાં જીરૂનો પાક લૂમેઝૂમે લહેરાઈ રહ્યો હતો. પરંતુ પ્રવિણભાઈનો સારો પાક જાેઈ ન શકનારા કોઈ ઈર્ષાળુ હરામી તત્વોએ ઉભા જીરાના પાકમા ખળ બાળવાની કે અન્ય કોઇ દવા છાંટી દેતા હાલમાં અડધા ખેતરમાં જીરુંનો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો છે. લીલાછમ અને લહેરાતા જીરૂના પાકમા રાત્રીના સમયે હરામખોર તત્વોએ પાક સુકાવાની દવાનો છંટકાવ કર્યાના પુરાવા રૂપે વાડીમાં ઠેક ઠેકાણે પગેરું પણ મળી આવ્યા છે. ધનાળા ગામે બનેલી આ ઘટનાથી ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

The-cumin-crop-was-sprayed-with-envious-elements.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *