Gujarat

અમદાવાદની પરીણિતાએ પતિને અન્ય યુવતી સાથે રંગે હાથ ઝડપાતા ફરિયાદ

અમદાવાદ
અમદાવાદના શાહ આલમમાં રહેતી પરીણિતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે કારમાં જાેયો હતો. પતિએ પત્નીને જાેઈને કાર ઉભી રાખી અને કહ્યું હતું કે તું ઘરે જા પછી વાત કરીશું. ત્યારે પરીણિતાએ તેના પતિને કહ્યું હતું કે કારમાં બેઠેલી યુવતી કોણ છે. આ સવાલ કરતાં જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં લાફો મારી દીધો હતો. શાહઆલમમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતાનાં લગ્ન આજથી પાંચ વર્ષ પહેલાં સમાજના રીત રિવાજ મુજબ થયાં છે. જાેકે હાલમાં પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પિયરમાં રહે છે. બે દિવસ પહેલાં રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પરિણીતા અને તેની ભાણી નવરંગપુરા એચ એલ કોલેજ ખાતે કોફી પીવા માટે ગયાં હતાં.ત્યારે અચાનક તેની નજર પતિની કાર પર પડી હતી. જે કાર પંજાબ નેશનલ બેન્કની બાજુમાં રોડ સાઈડ પાર્ક કરેલી હતી. પરિણીતા અને તેની ભાણી તેમનાં સ્કૂટરને સાઈડ પર કરીને પતિની કારમાં કોણ છે તે જાેવા માટે ગયાં હતાં. આ ‘તું ઘરે જા પછી વાત કરીશું’ તેમ છતાં પરિણીતા કારમાં જાેવા જતાં અંદર એક સ્ત્રી બેઠી હતી. પરિણીતાએ પતિને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? આમ કહેતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.પરિણીતાને જાહેરમાં ગાળો બોલીને લાફો મારીને ઝપાઝપી કરી હતી. જાેકે ઝઘડો વધે નહીં તે માટે પરિણીતાએ ૧૦૦ નંબર પર ફોન કરતી હતી. ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવીને કારમાં પરિણીતાને બેસાડીને વસ્ત્રાપુર લઇ ગયો હતો. મોડી રાતે પરિણીતાને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે થતાં ઝગડાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતાં હોય છે. પરંતુ કેટલાક આડા સંબોધોના કિસ્સાઓ ઘરસંસારને બરબાદ કરનારા સાબિત થતા હોય છે. અમદાવાદમાં ભાણી સાથે કોફી પીવા માટે નીકળેલી મહિલાએ તેના પતિને કારમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતાં રંગે હાથે ઝડપી લીધો હતો. પત્નીએ પતિને અજાણી સ્ત્રી વિશે પૂછતાં જ પતિએ પત્નીને જાહેરમાં લાફો મારી દીધો હતો. ત્યાર બાદ પત્નીને પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

The-wife-who-had-been-drinking-coffee-grabbed-her-husband-by-the-arm-along-with-another-girl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *