Gujarat

અમદાવાદમાં રિજેક્ટ જીએસટી નંબર ચાલુ કરાવવા અધિકારીએ માંગી, બે ઝડપાયા

અમદાવાદ
ગુજરાતમાં ફરીવાર લાંચ લેતા અધિકારીના મળતીયાઓને એસીબીને ઝડપી લીધાં છે. રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલાં જ લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા એસીબી સક્રિય થયું છે. ત્યારે કરવેરા વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ જીએસટી સર્ટિફિકેટ બનાવી આપવા માટે ૫૦ હજારની લાંચ માંગી હતી. આ દરમિયાન સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત એસીબીને જણાંવતા એસીબીએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને ૩૫ હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતાં. જ્યારે સરકારી અધિકારી રજા પર હોવાથી તેને શોધવા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં વેપારીએ પોતાના જીએસટી નંબર રિજેક્ટ થઈ જતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કુણાલ અગ્રવાલ અને આશિષ પાસે જીએસટી નંબરની અપીલ કરાવી હતી. રાજ્ય કરવેરા ભવનમાં વર્ગ-૨માં ફરજ બજાવતાં અધિકારી ગૌરાંગ વસોયાએ વેપારી પાસેથી ૫૦ હજારની માંગણી કરી હોવાની વાત સીએ દ્વારા વેપારીને કરવામાં આવી હતી.આ માટે બંને વ્યક્તિઓ વેપારીને રાજ્ય કરવેરા અધિકારી ગૌરાંગ પાસે લઈ ગયા હતાં અને આખી ડીલ ૩૫ હજારમાં નક્કી થઈ હતી. વેપારી પાસે આટલી મોટી રકમની લાંચ માંગતા વેપારીએ આ અંગે એસીબીને જાણ કરી દીધી હતી. જેથી એસીબીએ છટકુ ગોઠવીને બે આરોપીની ધરપકડ કરી હતી. તેમણે આરોપી અધિકારી ગૌરાંગ વતી ૩૫ હજાર રૂપિયા સ્વીકાર્યા હતાં. આરોપી અધિકારી ગૌરાંગ હાલમાં રજા પર ઉતરી ગયો હોવાથી તેને શોધવા એસીબીની ટીમે પ્રયત્નો શરૂ કરી દીધા છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *