અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//ટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘષ્ઠૈંઅ.ર્ખ્તદૃ.ૈહ માં ધાર્મિક સ્થળોમાં અહેમદ શાહની મસ્જિદ, સીદી સૈયદની જાળી, હઠીસિંગ મંદિર, જામા મસ્જિદ, વૈષ્ણોદેવી મંદિર, ઈસ્કોન મંદિર, રાણી રૂપમતીની મસ્જિદ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરનો પણ અમદાવાદ શહેરના ધાર્મિક સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વર્ષના દિવસે રાજયના મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ પણ નવા ટર્મની શરૂઆત પહેલાં મંદિરે દર્શન કરવા જાય છે. એવા નગરદેવી ભદ્રકાળી મંદિરને કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ કેમ ભૂલી ગયા તેના પર સવાલ ઉભા થાય છે. ગત વર્ષે ચૂંટાયેલી ભાજપની પાંખના નેતા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ પોતે પદગ્રહણ પહેલાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા ગયા હતા.અમદાવાદ શહેરની ઓળખ લાલ દરવાજાનું નગરદેવી ભદ્રકાળીનું મંદિર છે. રાજ્યના મુખ્યમંત્રી હોય કે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર હોય કે કોઈપણ રાજકીય નેતા પણ નવા વર્ષે નગરદેવીના દર્શન કરવા આવે છે. ભદ્રકાળીને નગરદેવી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધાર્મિક સ્થળોમાં આ લાલદરવાજામાં આવેલા ભદ્રકાળી મંદિરનો સમાવેશ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર ધાર્મિક સ્થળોમાં સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, વૈષ્ણોદેવી મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જેને નગરદેવી કહેવાય છે એવા ભદ્રકાળી માતાજીના મંદિરનો જ સમાવેશ ન કરતાં અનેક સવાલો ઉભા થયાં છે.


