Gujarat

અમરેલી તાલુકાના લાપાળીયા નજીક બોલેરો ગાડી પલ્ટી મારતાં અકસ્માત સર્જાતા 04 જેટલી 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી

આજે તારીખ ૨/૧૧/૨૦૨૨ના સવારના આશરે  ૯:૩૦ વાગે અમરેલી- સાવરકુંડલા રોડ લાપાળીયા અને મોટા ગોખરવાળાની વચ્ચે બોલેરો નું ટાયર ફાટતાં પલ્ટી મારી ગઇ હતી, બોલેરો સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે થી બાબરા તરફ જઈ રહી હતી. આ અકસ્માતની જાણ 108 માં થતાં અમરેલી જિલ્લાની 04 જેટલી  108  એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતમાં માં 25-30 લોકો ને ઈજા થયેલ હોઈ તેવી માહિતી મળેલ આ કેસ મળતાની સાથે જ સાવરકુંડલા સિટી બંને 108 એમ્બ્યુલન્સ, ચલાલા 108  એમ્બ્યુલન્સ અને અમરેલી સિટી  108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર જવા નીકળેલ. ઘટના સ્થળ પર પહોંચી 108 દ્વારા 21 દર્દી ને પ્રાથમિક સારવાર સાથે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ.
આ અકસ્માતમાં 4 જેટલા દર્દી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હતા.
આ એક્સિડન્ટ માં અમરેલી જિલ્લાની 4 જેટલી  108 દ્વારા યુદ્ધ ના ધોરણે કામગીરી કરી લોકો ના જીવ બચાવવા માં આવેલ.
ફરી એક વખત 108 દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221102-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *