Gujarat

આગામી તા.૧૫ નવેમ્બરના મતદાર જાગૃતિના સંદેશ સહ ‘દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨’ યોજાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંર્તગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, નોડલ ઓફિસરશ્રી (સ્વીપ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, જામનગરના માર્ગદર્શન હેઠળ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ટીમ મેનેજરશ્રી વિવેકભાઈ મંગીની આશા ટીમસામે ટીમ મેનેજરશ્રી બિપીનભાઈ અમૃતીયાની દીપ ટીમની ૧૦ ઓવરની ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી તા.૧૫ નવેમ્બરના રોજ સવારે ૦૯ કલાકે ક્રિકેટ બંગલો, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે જામનગરની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખશ્રી સતારભાઈ એમ. દરદાજાની યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *