Gujarat

આજરોજ અમરેલી જિલ્લામાં કલેકટર શ્રી ને એસ સી /એસ ટી / ઓબીસી અને માનોરિટી સમાજ ને લાગતા પ્રશ્ર્નો લઈને અમરેલી ભરતભાઇ કાતરિયા તથા દલિત સમાજના યુવાઓ સાથે રાખીને અમરેલી કલેકટર શ્રી ને આવેદન પાઠવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર
શ્રીભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી,
મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ ભવન-૦૧,સચિવાલય, ગાંધીનગર મારફતે જીલ્લા કલેક્ટરશ્રી
૫:- ગુજરાતમાં એસ.સી./એસ.ટી.ઓબીસી અને માઈનોરીટી સમાજના લોકો પર છેલ્લા દસ વર્ષમાં
જીલ્લો
આંદોલન દરમિયાન થયેલ કેસો પરત ખેંચવા બાબત ગુજરાત રાજ્યના જુદાજુદા જીલ્લાઓ અને શહેરોમાં રહેતા જુદાજુદા વર્ગ સમૂહના નાગરિકો પોતાના બંધારણીય તેમજ માનવ અધિકારોના હક અને અધિકારની માંગણી માટે તમામ સમાજના લોકો રોડ પર જુદાજુદા સમયે ઉતરેલ હતા છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ઓબીસી આંદોલન, આદિવાસી સમાજનું
આંદોલન, માયનોરીટી સમાજનું આંદોલન, સરકારી કર્મચારીઓનું આંદોલન વિગેરે આંદોલન રાજ્યમાં
છેલ્લા દસ વર્ષમાં થયેલ હતા.
આ સમય દરમિયાન ઘણી જગ્યાએ હિંસા પણ થયેલ અને રાજ્ય સરકાર તરફથી આવી ઘટનાઓમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા.
પાટીદાર સમાજના લોકો સામે થયેલ કેસોમાં રાજ્ય સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લઇ મોટાભાગના કેસો પરત ખેંચાઇ ગયા છે અને અન્ય બાકી રહેલા કેસો પરત ખેંચવાની કાર્યવાહી ચાલુ છે એવું અમોને મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપ બિરાજમાન છો ત્યારે કોઈપણ વર્ગ સમૂહ સાથે ભેદભાવ ન કરી શકો, તેમજ બંધારણની કલમ ૧૪ મુજબ કાયદાનું તમામ લોકોને સરખું રક્ષણ આપવાનો ઇનકાર પણ ન થઇ શકે જેથી
ઉના કાંડ,૨-અપ્રિલ ૨૦૧૮-ભારત બંધ, ભાનુભાઈ વણકરની આત્મહત્યા, NRC,CAA, LRD, કેવડીયા કોલોની, સહિતના આંદોલનમાં થયેલ કેસો પણ પરત ખેંચવામાં આવે તેવી અમારી માંગણી છે. જેથી ન્યાયના હિતમાં અમારી રજુઆતમાં તાત્કાલિક કાર્યવાહી કરી તમામ કેસો પરત લેવા વિનંતી છે. તારીખ:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *