Gujarat

ઈડરમાંથી ૧૬ ચંદનના ઝાડની ચોરીની ફરિયાદ નોંધાઈ

બડોલી
ઇડરના બડોલીમાં ચંદનચોરો ફરી સક્રિય બનતા ૧૫ વર્ષથી ઉછરેલા ૧૬ જેટલા ચંદનના વૃક્ષોનો સફાયો કરી પલાયન થઇ પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસે રૂ.૪ લાખનું ચંદનનુ લાકડું ચોરી થયાની ફરિયાદ નોંધી છે જ્યારે ખેતર માલિકે અંદાજે રૂ.૧૬ લાખનું ચંદન ચોરી થયાનો દાવો કર્યો છે. રાજેન્દ્રભાઇ નાથાભાઇ પટેલ થોરીવાસ પાછળ આવેલ કૂવા પર નિત્યક્રમ મુજબ ગયા હતા અને ખેતરમાં ઉછરેલા ચંદનના ૧૬ વૃક્ષ કપાયેલી હાલતમાં જાેવા મળ્યા હતા. ૧૫ વર્ષ થી જતન કરેલ છોડ ને ચંદન ચોર ચોરી કરી લઈ ગયાની પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી ફરિયાદ નોંધી હતી. પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અંદાજ મુજબ આ ચોરીની રકમ ૪ લાખ ગણવામાં આવી હતી જ્યારે ખેતર માલિક રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે કપાયેલ વૃક્ષની કિંમત ૧૬ લાખ થાય છે.૧૫ વર્ષ થી માવજત કરીને સાચવેલા વૃક્ષ કાપી ચોર ચોરી કરી લઈ જતાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

chandan-tree-thief-in-idar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *