Gujarat

ઊનાના ડમાસા ગામની સીમ વાડી પાસે ખેડૂતે ક્લજના વાયરનો બનાવેલ ફાંસલામાં દીપડી ફસાઇ..

વનવિભાગ, વેટીનરી ડોક્ટર સહીતની ટીમ સ્થળ પર દોડી જઇ દીપડીને બેભાન કરી ફાંસલામાંથી બહાર કાઢેલ..

ઊનાના ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂતે ખેતરમાં પાકનું વાવેતર કરેલ હોય જેમાં જંગલી ભુંડના ત્રાસથી ઉભા પાકને ભારે નુકસાન કરતા હોય જેથી ખેડૂતે ભુંડ માટે ફાંસલો ગોઠવેલ હતો. જેમાં રાત્રીના સમયે અચાનક દીપડી ફસાઇ જતાં વનવિભાગ દ્રારા મહામુસીબતે ફાસલા માંથી બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.

ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂત ભગવાનભાઇ લુંભાભાઇ વંશે પોતાના ખેતરમાં કપાસ, જવાર, ઘઉં, તલના પાકનું વાવેતર કરેલ હોય તેમાં જંગલી ભુંડ આવી ચઢતા હોવાથી ત્રાસી ગયેલા હોય જેથી ખેડૂતે નજીક એક ક્લજના વાયરથી ફાંસલો બનાવેલ હતો. અને રાત્રીના સમયે દીપડી આવી ચઢતા અચાનક ફાંસલામાં ફસાઇ ગયેલ હતી. અને ભગવાનભાઇને અવાજ આવતા સ્થળ પર ગયેલ ત્યાં જોતા દીપડી ફાંસલામાં જોઇ ગભરાઇ ગયેલ અને આ અંગેની જાણ વનવિભાગને થતાં જશાધાર રાઉન્ડના આર એફ ઓના માર્ગદર્શન હેઠળ વનવિભાગનો સ્ટાફ, વેટીનરી ડોક્ટર, ટ્રેકર સહીતની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયેલ હતા. અને ફાંસલામાં ફસાઇ ગયેલ દીપડીને બેભાન કર્યા બાદ ફાંસલા માંથી મહામુસીબતે બહાર કાઢી પાંજરામાં પુરવામાં આવેલ. અને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે. વનવિભાગના જણાવ્યા મુજબ આ દીપડી અંદાજે ચાર થી પાંચ વર્ષની હોય તેને કોઇ ઇજા થઇ નથી સલામત રીતે ફાંસલા માંથી બહાર કાઢવામાં આવેલ છે. જ્યારે વનવિભાગ દ્રારા ખેડૂત ભગવાન વંશની તાત્કાલીક અટકાયત કરી હતી. અને ઉના કોર્ટમાં હાજર કરી રીમાંડ માગતા કોર્ટે જામીન નામંજુરી કરતા જેલ હવાલે કરવામાં આવેલ.

-ગામની-સીમ-વાડીમાં-ક્લજના-વાયરનો-બનાવેલ-ફાંસલામાં-દીપડી-ફસાઇ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *