ઉના શહેરમાં આવેલું ઉન્નત નગર સોસાયટી વિસ્તારમાં આવેલ જગજીવન બાપુ જ્ઞાનમંદિરના પાટોત્સવ નિમિતે ઉના પૂજય બ્રહ્મચારી મહંત હિંમતજીવન બાપુ તથા પૂજય સંતો-મહંતો અને આશ્રમના ટ્રસ્ટીગણ તેમજ પ્રેમી ભક્તજનોની ઉપસ્થિતીમાં જ્ઞાનમંદિરથી ભવ્ય બેન્જો પાર્ટી સાથે ધામધૂમથી પાલખી યાત્રા હર્ષોલ્લાસ પૂર્વક શહેરનાં માર્ગ પરથી નીકળી હતી. અને જગજીવન બાપુ જ્ઞાનમંદિરથી કેસર બાગ ખાતે પહોંચી હતી. આ ધાર્મિક કાર્યક્રમ સદગુરુ સત્સંગ મંડળ દ્વારા ભવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં સદગુરુના ભક્તજનો જોડાયા હતા.
