વર્ષ ૨૦૧૬ થી અલગ અલગ સહકારી સંસ્થાઓ પાસેથી જણસીની ખરીદી કરાવાઇ ત્યારથી કમિશન બાકી…
ઊના – સરકાર દ્રારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સહકારી સંસ્થા અને મંડળીઓ મારફત ખરીદી તો કરાવી લીધી. અને ખરીદી પૂર્ણ થયા બાદ ખરીદ કરનાર સંસ્થાઓને ખરીદીના વળતર પેટે સરકાર દ્રારા ૧ ટકા મુજબ કમિશન આપવાનું થાય છે. પરંતુ દુઃખની વાત એ છેકે સરકાર દ્રારા ખરીદી તો કરાવાય છે. પણ ૧ ટકા મુજબની કમિશનની રકમ વર્ષ ૨૦૧૬ થી ચુકવેલ નથી. જેના કારણે મોટા ભાગની મંડળીઓએ ટેકાના ભાવે ખરીદી કરવાનું માંડી વાળ્યુ હોવાનું જાણવા મળેલ છે. કેમ કે જ્યારે જણસી ઓની ખરીદી થાય છે. ત્યારે આ ખરીદી કરોડો રૂ.ની થાય છે. અને તેની સામે કમિશનની રકમ લાખો રૂપિયાની થતી હોય છે. અને કમિશનની રકમ નિયમિત આવવાથી મંડળી ઓની સધ્ધરતા વધે છે. પરંતુ કમિશનની રકમજ આવતી નથી. જે અંગે આ કમિશનની રકમ ચુકવવા આ સહકારી સંસ્થા દ્રારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં પણ હજુ સુધી કમિશનની રકમ મળેલ નથી.
તાજેતરમાં સરકાર દ્રારા ચાલુ વર્ષે રૂ. ૧૦૪૬ નાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા તા.ખ.વે. સંઘ હસ્તક કરાવી. અને ઉના ગીરગઢડા તાલુકાના ૩૦૩૭ ખેડૂતોએ પોતાના ચણાનું વેચાણ કરેલ આ ચણાનો જથ્થો ૫૩૨૮૮ કવિન્ટલ થવા પામેલ જેની કિંમત રૂ.૨૭ કરોડથી વધુ થયેલ અને આ રૂ.૨૭ કરોડથી વધુની ચણાની ખરીદીનું કમિશન ૧ ટકા મુજબ રૂ.૨૭ લાખથી વધુ થવાનું છે. પણ અફસોસની વાત એ છેકે તા.ખ.વે. સંઘ દ્રારા વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭માં પણ મગફળી અને ચણાની પણ કરોડો રૂ.ની ખરીદી કરેલ અને તે વર્ષની ખરીદીનું કમિશન લાખો રૂપિયા થતું હોય જે કમિશનની રકમ પણ હજુ સુધી તા.ખ.વે.સંઘને મળેલ નથી. એક તરફ સરકારે સહકારથી સમૃધ્ધી સુધીની વાત કરે છે પણ સરકારી સંસ્થા પાસે પુરતુ ભંડોળ ન હોવાથી સમૃધ્ધ કેવી રીતે થાય તેવો સવાલ સહકારી ક્ષેત્રના આગેવાનો માંથી ઉઠવા પામેલ છે.
તે સીવાય વર્ષ ૨૦૧૬ તેમજ વર્ષ ૨૦૧૭માં પણ ઉના ગીરગઢડા તાલુકાની વિવિધ મંડળીઓ દ્રારા મગફળી અને તુવેરની ખરીદી કરવામાં આવેલ અને આ ખરીદી પણ ચાર જેટલી સહકારી મંડળીઓ દ્રારા થયેલ અને ખરીદીનું કમિશન પણ આ મંડળી ઓને હજુ સુધી મળેલ નથી. જ્યારે મંડળીઓ જેતે ગામના ખેડૂતોની બનાવવામાં આવી હોય અને જે માંથી ખેડૂતોને ધીરાણ મળતું હોય છે. પરંતુ આ મંડળી ઓનું લાખો રૂપિયાનું કિમશન બાકી હોય ત્યાં મંડળી સધ્ધર કેવી રીતે થાય ? તેવો સવાલ ઉઠવા પામેલ છે અને જેના કારણે મોટાભાગની મંડળીઓ દ્રારા ટેકાના ભાવની ખરીદી ન કરવાનો નિર્ણય કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ કરોડો રૂ.ની ખરીદીનું કમિશન ત્વરીત સહકારી સંસ્થાઓને ચુકવાઇ જાય તેવી સહકારી આગેવાનો માંથી માંગણી ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – આ મંડળી ઓનું કમિશન વર્ષ ૨૦૧૬/૧૭ થી મળ્યુ નથી..
કાજરડી સેવા સહકારી મંડળી ખરીદી મગફળી કમિશન બાકી રૂ.૧૨ લાખ અંદાજે..
ઉના ડુંગળી ઉત્પાદન સેવા સહકારી મંડળી ખરીદી મગફળી, તુવેર કમિશન બાકી રૂ. ૫.૫૦ લાખ..
ઊના ફળ ઉત્પાદક સેવા સહકારી મંડળી ખરીદી મગફળી કમિશન બાકી રૂ. ૬ લાખ..
ઉમેદપરા સેવા સહકારી મંડળી ખરીદી મગફળી કમિશન બાકી રૂ. ૬ લાખ..
