Gujarat

એસઓજી પોલીસે કઠલાલ ના ચરેડમાંથી 3 કિલો ૫૩૦ ગ્રામ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

રિપોર્ટર.મકસુદ કારીગર
ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી અને ફરિયાદી એસ.ઓ.જી ખેડા નડિયાદ પીએસઆઇ જે એમ પટેલ ની ફરિયાદના આધારે ખેડા નડિયાદ એસઓજી પોલીસે કઠલાલ તાલુકાના ચરેડ માંથી ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સદર ઈસમ પાસેથી ૨ કિલો ૫૩૦ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો.એક કિલો ગાંજાની કિંમત ૧૦ હજાર લેખે પોલીસે ૨૫ હજાર ૩૦૦ નો ગાંજો ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી પોલીસે એક સાદો મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૫,૮૦૦ ના મુદ્દા માલ સાથે એક ઈસમ હિંમતસિંહ ઉર્ફે ભીખાભાઇ મંગાજી બારૈયાને  ઝડપી પાડ્યો હતો તેમ જ અન્ય એક ઈસમ શક્તિ પટેલ રહે. પીઠાઇ ની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.સમગ્ર મામલે એસઓજી પોલીસે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

IMG-20220804-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *