મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી અને ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ મૂળજીભાઈ ઓધારભાઈ ની ફરિયાદના આધારે કઠલાલ પોલીસ જવાનોએ કાકરખાડ માંથી દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ પોલીસે પાંચ પ્લાસ્ટિકના કેરબામાં થી ૧૭૫ લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા ૩.૫૦૦ તથા ચાર પ્લાસ્ટિકના પીપ માંથી ૮૦૦ લીટર જેટલો દેશી દારૂ ગાળવાનો તૈયાર વોશ જેની કિંમત રૂપિયા ૧.૬૦૦ મળી કુલ રૂપિયા ૫.૧૦૦ નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કઠલાલ પોલીસે સદર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

