મકસુદ કારીગર, કઠલાલ
કઠલાલ માં આવેલ બ્રાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને સુવર્ણ પ્રાસન આપવાની કામગીરી કરવામાં આવી.બ્રાઈટ ઈન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ ખાતે વિરલ આયુર્વેદિક કઠલાલ અને વિશ્વ હિન્દુ પરિષદ કઠલાલ તાલુકા દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીઓને પુષ્ય નક્ષત્ર હોવાથી સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આશરે 400 બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવેલ હતું.વિરલ આયુર્વેદિકના આયુર્વેદિક ફાર્માસિસ્ટ હરેશ વ્યાસ,વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી મનોજભાઈ ઠક્કર અને બ્રાઈટ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી નેહાબેન નિરજભાઈ શાહ હાજર રહ્યા હતા. બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્તી રહે તેવા ઉદ્દેશ્યથી આ કામગીરી કરવામાં આવી હતી.

