લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અંતગર્ત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કઠલાલ શેઠ.એમ.આર હાઈસ્કૂલ થી રેલી નીકળી હતી તેમજ કઠલાલ બજાર મુખ્ય બજાર સહિત વિવિદ્ય વિસ્તારોમાં વ્યસન મુક્તિ ના બેનરો અને સુત્રોચાર સાથે રેલી ફરી હતી.
આ પ્રસંગે કપડવંજ કઠલાલ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી ,કઠલાલ પી ,એસ.આઈ બી.કે.માળી , કઠલાલ નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ બીપીનભાઇ પટેલ ,કારોબારી ચેરમેન ગોપાલભાઈ પટેલ ,નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.


