Gujarat

કપડવંજ ટાઉનહોલ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થતિમાં કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ ખાતે બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ” વિષય પર એક દિવસીય પાક પરિસંવાદનું આયોજન
****
મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેડા જિલ્લાના કપડવંજના મહંમદપુરા ખાતે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત અને પાક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કપડવંજ ટાઉનહોલ ખાતેના બાગાયત પાક પરિસંવાદના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સેન્ટર ઓફ એકસેલેન્સ- હોર્ટીકલ્ચરની ઉપયોગિતા જણાવતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે અંદાજિત ૧૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવતા આ સેંટરમાં ખેડૂતોને ખેતી માટે માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. ખેડૂતોને બજારની માંગ પ્રમાણે ખેત પેદાશો ઉત્પાદન કરવા સતત પ્રેરણા આપવામાં આવશે.
ગુજરાતની ખેતીમાં આવેલા પરિવર્તનની વાત કરતા મંત્રી દેવુસિંહે જણાવ્યું કે અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં ૯% ફળ અને ૧૨% ફૂલોનું ઉત્પાદન કરે છે અને ખેડા જિલ્લામાં પણ મોગરા અને ગલગોટા ની ખેતી વધી રહી છે.  મંત્રીએ ખેડા જિલ્લામા હાલમાં પપૈયા, આંબા, આંબળા અને વેલા વાળા શાકભાજીના ઉત્પાદનમાં થયેલા વધારા બદલ તેમણે જિલ્લા ખેડૂતોને બિરદાવ્યા હતા.
કેન્દ્રિય સંચાર મંત્રીએ જણાવ્યું કે ખેતીમાં ખેડૂત ઉત્પાદન સંગઠન FPOની ભૂમિકાને મહત્વની છે અને નવીન ખેતીના વિકાસ માટે ભારત સરકાર દ્વારા FPO સંગઠનને મજબૂત બનાવવા માતબર રકમની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે ખેડા જિલ્લાના ખેડૂતો સંગઠિત થઇને પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીએ અપીલ કરી હતી.
ખેતીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ કરવામાં માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રીસર્ચને મહત્વ આપ્યું છે ત્યારે  દેવુસિંહ ચૌહાણ દ્વારા ઇઝરાયેલ દેશની ખેતીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે સંશોધન થકી ખેતીમાં સુધારા આવી શકે છે અને આધુનિક ખેતી કરતા ખેડૂતો ભારતને સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને પપૈયાંની ખેતી, ટ્રેકટર સહાય, પંપ અને પાવર સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રવદાવત અને શિહોરા ગામનાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રેરણાત્મક વાતો કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર, નયનાબેન પટેલ પ્રમુખશ્રી નડિયાદ ખેડા જિલ્લા પંચાયત, ધર્મેન્દ્રસિંહ મકવાણા, SDM, મોનિકાબેન પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત કપડવંજ, નિલેશભાઈ એમ. પટેલ, ચેરમેન એ.પી.એમ.સી., કપડવંજ, ડો. જે. એમ. તુવાર, સયુક્ત બાગાયત નિયામક, વડોદરા વિભાગ, વડોદરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જીતેન્દ્ર સુથાર, પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા, ઠાસરા, કનુભાઈ ડાભી, પુર્વ ધારાસભ્ય, કપડવંજ, જય એન. પટેલ, મામલતદાર, એસ. એલ. નિસારતા, ટી.ડી.ઓ.,ગોપાલભાઈ શાહ, ઉપપ્રમુખ ખેડા જિલ્લા ભાજપ, દશરથભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ભાજપ વિવેકભાઈ પટેલ, મંત્રી ખેડા જિલ્લા ભાજપ, ધુળાસિંહ સોલંકી, પ્રમુખ કપડવંજ તાલુકા ભાજપ,મોહનભાઇ પટેલ, ભારતીય કિસાન સંઘ પ્રમુખ,  વિષ્ણુભાઈ સોલંકી, સરપંચ, મહંમદપુરા, અને મોટી સંખ્યામાં ખેડૂતો, લાભાર્થીઓ અને કપડવંજ અને આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220901-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *