Gujarat

      કહેવાય છે કે સત્ય લાંબા સમય સુધી કદાચ ઢંકાયેલું રહે પણ સત્યને સદાને માટે ક્યારેય ઢાંકી ન શકાય…એ તો કોઈપણને નિમિત્ત બનાવીને ઉજાગર થાય થાય અને થાય જ…આજે વાત કરવી છે જગતભરના શ્રદ્ધાળુઓના હૃદય કમળમાં

અલખધણીની અવતારભૂમિ…
રામદેરિયા : ઉન્ડૂ-કાશ્મીર..
   ગિરગઢડા
   ભરત ગંગદેવ
 બિરાજમાન,લોકમુખે સ્મરણીય અને ગુજરાતી રાજસ્થાની પુસ્તકોમાં પ્રકાશિત જાગતી જ્યોત…જાગૃત દેવતા…હાજરાહજૂર ભગવાન…પ્રત્યક્ષ અને સાક્ષાત પરચાધારી…રણુંજાના રાજા અને પોકરણના પીર બાબા શ્રી રામદેવજી મહારાજની અવતરણ ભૂમિ અર્થાત પ્રાગટય સ્થળની….
      બાબા રામદેવપીરનો એકપણ ભક્ત એવો નહિ હોય જેણે રામદેવપીરના સમાધિ સ્થળ રામદેવરા અર્થાત રુણીચા અર્થાત રણુંજાનું નામ સાંભળ્યું નહિ હોય પરંતુ એક વાત હજુ પણ ચોક્કસ છે કે બાબા રામદેવપીરની અવતરણભૂમિ ઉન્ડૂ-કાશ્મીર : રામદેરિયા વિશે બાબાના અનેક ભક્તો હજુ સુધી અજાણ હશે ! લખનારને પણ 2004માં જ ખબર પડી કે તંવર વંશી રાજપૂત ભક્તરાજ અજમલજીના ગૃહે ભગવાન દ્વારકાધીશ સંવત 1461માં ભાદરવા સુદ બીજની મધરાત્રે વડા વિરમદેવની પાસે પારણામાં સદેહે પગપાળા ચાલીને પ્રગટ થયા હતા ! આ પાવન ભૂમિનું નામ છે…રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાનું કાશ્મીર ગામ…અહીંથી આશરે પાંચેક કિલોમીટર દૂર રામદેરિયા ગામ આવે છે જ્યાં નિષ્કલંક નેજાધારીનું દિવ્ય ધામ નેજાઓથી શોભી રહ્યું છે…રણુંજા સમાધિ સ્થળે તો કદાચ હરજી ભાટીએ જમા જાગરણ શરૂ કર્યા ત્યારથી ભક્તોની ભીડ જામતી હશે પણ લખનારના સ્વાનુભવ અનુસાર બાબા રામદેવપીરની અવતારભૂમિ રામદેરિયા : ઉન્ડૂ-કાશ્મીરને સૌપ્રથમવાર ભક્તોના કાન અને હૃદય સુધી પત્રિકાના માધ્યમથી પહોંચાડવાનું ભગીરથ કામ બાલોતરા નિવાસી ભેરજી માળીએ કર્યું છે !!! તેઓ દર અજવાળી બીજે ગમે તેવું સંકટ આવી પડે તો પણ અવતરણભૂમિમાં અનેક શ્રદ્ધાળુઓના સાથ સહકાર વડે પાટ-પ્રસાદ કરતા…ભોજનપ્રસાદ કરાવતા અને સાંજે ભજનનું આયોજન પણ કરતા…આખી રાત ભજન સંધ્યા પ્રવાહિત રહેતી…વ્હેલી સવારે મહાઆરતી થતી અને સૌ કોઈ શ્રદ્ધાળુઓ બાબાને નતમસ્તક નમન કરી ફરીથી બીજી અજવાળી બીજ આવે તેની રાહ જોતા સ્વ ગૃહે પ્રયાણ કરતાં !!! આ પ્રણાલી શરૂ થયા પછી દર અજવાળી બીજે બાબાની અગમ અગોચર પ્રેરણા અનુસાર ભારતભરના ખૂણે ખૂણેથી ભક્તોનો મહેરામણ ઉમટવા લાગ્યો…લખનારે પણ બાબાની કૃપાથી બનાવેલ રામદેવ ચાલીસામાં બાબા રામદેવપીરની અવતરણભૂમિ ઉન્ડૂ-કાશ્મીરનો ભેરજી માળીના સૂચન અનુસાર અચૂક ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ કદાચ ભેરજી માળીના કામને વેગ આપવા માટે બાબાનો આદેશ શીરે ચડાવીને જિતેન્દ્ર એમ ટાંક કવિ જિમે 2004થી બાબા રામદેવપીરની અવતરણભૂમિ અને ઉપદેશ લીલામૃતનો ફક્ત ગુજરાત કે રાજસ્થાન જ નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોમાં અને પછી વિદેશ સુધી પણ પ્રિન્ટ મીડિયા લેખ છબી તસવીર પત્રિકા પેમ્ફલેટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા દર વર્ષે વધુને વધુ પ્રચાર પ્રસાર કર્યો છે.લખનારના મનમાં થોડીક શંકા હતી તેનું પણ બાબા રામદેવપીરે અવતરણભૂમિ પર શયન દરમિયાન શુભ સ્વપ્ન સંકેત દ્વારા પ્રખર પુરાવો આપીને સમાધાન કરી દીધું હતું !!! બોલો અજમલઘર અવતાર કી જય હો…કહેવાનું તાત્પર્ય એ છે કે સત્ય લાંબા સમયે પણ પ્રગટ તો થઈ જાય છે જ…બાબા રામદેવપીરની અવતરણભૂમિ અને સમાધિ સ્થળ રણુંજાની ધન્ય ધરા પર કવિ જિમે 30 બીજ સળંગ ભરી છે અને આજદિન સુધી ગુજરાત રાજસ્થાનના 45 કરતાં પણ વધુ વર્તમાનપત્ર પત્રિકા સામયિક સાપ્તાહિક ભજન પુસ્તિકાના માધ્યમથી બાબાના લૌકિક અલૌકિક કાર્યોનો આનંદ ઉત્સાહપૂર્વક પ્રચાર પ્રસાર કર્યો છે ! બાબા રામદેવપીર અવતારધામે જવા માટે પોકરણથી વાહન મળી રહે છે.ત્યાંથી વાયા ભીખોડાઈ ભીનીયાણા થઈને ફ્લસુંડ ઉતરવું પડે છે અને ત્યાંથી ઉન્ડૂ માટે વાહન મળી રહે છે.ત્યાંથી ગ્રામ્ય ભાષામાં “થાટી મંદિર” તરીકે પ્રચલિત બાબા રામદેવપીરનું અવતારધામ રામદેરિયા (વાયા કાશ્મીર ગામ )આશરે 21 કિલોમીટર દૂર છે…બાડમેરથી અવતારધામ જવું હોય તો જૈસલમેર હાઈવે પર 35 કિલોમીટર દૂર નિમ્બલા ગામ આવે ત્યાંથી જમણે ફક્ત બીજા 35 કિલોમીટર દૂર જઈએ એટલે કાશ્મીર-મૌખાબ રોડ પરથી વિશાળ અવતારધામ દૂરથી નિહાળી શકાય છે.રામદેવરા પગપાળા યાત્રા વખતે અવતારધામ દર્શન કરવા બાયતું જવું પડે છે પછી બાટાડું ઝાક ફાંટા થઈને બાબાના દિવ્ય દેવળે પહોંચી શકાય છે ! નવરંગ નેજાઓથી શોભતા બાબા રામદેવપીર અવતારધામનું નિર્માણ કાર્ય સતત દશ વર્ષ સુધી (2009 થી 2019) ચાલ્યું હતું ! અને 2019માં આશરે 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અવતરણધામમાં બાબા રામદેવપીર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ સ્થાપન સમારોહ યોજાયો હતો ત્યારે એક જ મંચ પરથી સવાર સાંજ બબ્બે કથા…શિવ પુરાણ અને રામદેવ કથા પ્રવાહિત થતી હતી.જેનો લાખો શ્રદ્ધાળુઓએ રોજે રોજ શાંતિથી લાભ લીધો હતો.અનેક નામી વિશેષ નામી સવિશેષ નામી કથાકારો કલાકારો સાધુ સંતો અને ભક્ત ભજનિકોએ ઘણીવાર આ પાવન ધોરા ધરતી પર બાબાના ગુણગાન ગાયા છે અને યથાશક્તિ ભેટ સોગાદ પણ અર્પણ કરી છે !!! બાબાના અવતારધામમાં બાબાની અલૌકિક દિવ્ય તેજધારી પ્રતિમા શ્રદ્ધાળુઓનું મન મોહે છે.મંદિરના અંદરના ભાગે રામાયણ મહાભારત ભાગવત ગીતા પુરાણના પવિત્ર પ્રસંગોને જૈસલમેરના પથ્થર પર કંડાર્યા છે ! આરતી વખતે બાબાના શ્રદ્ધાળુઓ દિલથી ઝૂમી ઊઠે છે…બાબા થારી જય હો…
 આલેખન….
જિતેન્દ્ર એમ ટાંક “કવિ જિમ” ડીસા
92287 20347

IMG-20220729-WA0353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *