Gujarat

કેપ્ટન જેમ્સ કુક જહાજ ગુમ થતા જામનગર કસ્ટમની ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

ભાવનગર
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલું સ્પેશ્યલ જહાજ અનેક કારણોસર વિવાદના વમળમાં ફસાતા જામનગર કસ્ટમની ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એમ.જી કેપ્ટન જેમ્સ કૂક જહાજ તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ અલંગના પ્લોટ નંબર ૧૦૮ (જય ભારત સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ) માટે લાવવામાં આવ્યું હતું. અને નિયમાનુસાર કસ્ટમ દ્વારા બોર્ડિંગ અને જીપીસીબી દ્વારા ડેસ્ક રિવ્યુ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી સંબંધિત તપાસ અધિકારીઓને કોઈ પણ જાતની ક્ષતિઓ દસ્તાવેજાેમાં અથવા જહાજમાંથી મળી આવી ન હતી. પરંતુ જામનગર કસ્ટમના પ્રિવેન્ટ ટુકડીને મળેલી બાતમીના આધારે ભાવનગર ધસી આવી અને તપાસ કરતા જહાજમાંથી અનેક પ્રકારની અનિયમિતતાઓ સપાટી પર આવી છે. બંધ જહાજ કેપ્ટન જેમ્સ કૂક અને ખેંચીને ટગ સોફિયા લાવી રહી હતી. છેક રાતા સમુદ્ર થી લઇ અને દિવસો સુધી ટકશે સોફિયા આ બંધ જહાજને લઈને સલામત રીતે આવી હતી. પરંતુ એકાએક સોફિયા નજીક બંધ જહાજ કેપ્ટન જેમ્સ કૂક અને છોડીને જતી રહી તેથી અનેક શંકાના વમળો ઊભા થયા હતા. ઉપરાંત બંધ જહાજ કેપ્ટન જેમ્સ કૂક વર્ષ ૨૦૧૭ થી રાતા સમુદ્રમાં નધણિયાત હાલતમાં પડયું હતું. જામનગર કસ્ટમ ટુકડીના તપાસનીશ અધિકારીઓને આ જહાજમાં અંતિમ પોર્ટનું પોર્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ પણ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંધ જહાજને એકાએક સોફિયા ની સામે ના દરિયા માં કેમ છોડીને ભાગી ગઈ? કેપ્ટન જેમ્સ કૂક જહાજ પાસે અંતિમ પોર્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ કેમ નથી? જેવા અનેક પ્રશ્નો અંગે જામનગર કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડીઓ દ્વારા ખાતે આવતા જહાજાે પર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ નવાઇની વાત એ છે કે પલંગમાં આવતા જહાજાે પર સૌપ્રથમ ભાવનગર કસ્ટમના અધિકારીઓ તપાસ અર્થે જાય છે, છતાં તેઓની નજરમાં આવા પ્રકારની ક્ષતિઓ કેમ આવતી નથી તેના અંગે પણ ખાતાકીય તપાસ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે. ગત ડિસેમ્બર માસમાં અલંગ ખાતે આવેલા જહાજાેમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની દ્વારા કરવામાં આવેલું જહાજ હજુ પણ અનિર્ણિત છે. આ જહાજમાં પણ ભાવનગર કસ્ટમ દ્વારા પ્રથમ ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓના ધ્યાને કશું આવ્યું ન હતું.

Closed-ship.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *