Gujarat

ગાંધીનગર ખાતે યુવા કોળી સમાજ ગુજરાત ની કારોબારી બેઠક મળી હતી.

 બેઠકમાં સામાજિક ચર્ચા ની સાથે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઇ.
   ગિરગઢડા તા 29
   ભરત ગંગદેવ..
કોળી સમાજમાં સામાજિક શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી અને સમાજના વિવિધ પ્રશ્નો ની સમગ્ર ગુજરાત રાજ્યમાં કોળી સમાજના વિવિધ પ્રશ્નો અને સમાજ ને થતાં અન્યાયો સામે લડત લડવા માટે ગુજરાત ભરના કોળી સમાજના યુવાનો દ્વારા યુવા કોળી સમાજ ગુજરાત સંગઠન નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં, રાજકીય અને સામાજિક અન્યાય, જન આંદોલનો, સમાજના લોકો પર થતાં ખોટાં દમનો-અત્યાચારો, પાકિસ્તાની જેલો માં કેદ માછીમારો સહિતના અનેક પ્રશ્નો આ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા અને પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. હવે આગામી સમયમાં સંગઠન નો વધુ વ્યાપ વધે અને સમાજના કચડાયેલા વર્ગ નો આ સંગઠન અવાજ બને તે હેતુથી સંગઠન નાં સ્થાપક દિવ્યેશ ચાવડા, પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ, તેમજ કિસ્મત કુમાર ગોહિલ, શંકરાજી ઠાકોર સહિત નાં નેતૃત્વ હેઠળ પ્રદેશ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ નાં નવ નિયુક્ત હોદેદારો ને નિમણૂંક પત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા અને દરેક જિલ્લામાં પ્રભારી ની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ સમાજ હિતના વિવિધ એજન્ડા ની ચર્ચા કરવામાં આવી હતી. આ સંગઠન ની ઓનલાઈન નોંધણી હેઠળ ૨ હજાર થી વધુ સભ્યો નોંધાયા છે. આ બેઠકમાં સામાજિક ચર્ચા સાથે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના શિક્ષિત અને યુવા ઉમેદવારો ને પ્રાધાન્ય મળે તે માટે આયોજન કરવામાં આવશે

IMG-20220328-WA0279.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *