અમદાવાદ
ગુજરાતમાં પ્રથમવાર માતૃભાષામાં ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદ ખાતે બીસીએ નો કોર્ષ શરૂ થશે. વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષથી આ કોર્ષ શરૂ થશે. આ કોર્ષ માટે એપ્લિકેશન ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે. ધોરણ-૧૨ના પરિણામની રાહ જાેઈ રહેલા વિદ્યાર્થીઓ પણ એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત વિદ્યાપીઠમાં બીસીએ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એપ્લિકેશન ફી પરત આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન એડમિશન માટે વિદ્યાર્થીઓએ રંંॅજઃ//ષ્ઠેીં.જટ્ઠદ્બટ્ઠિંર.ટ્ઠષ્ઠ.ૈહ પર જઈને ભરી શકશે અથવા ગુજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિભાગમાં રૂબરૂ જઈને પણ ફોર્મ ભરી શકશે.ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અત્યાર સુધી બીસીએ નો કોર્ષ અંગ્રેજી ભાષામાં થતો હતો, ત્યારે હવે નવી એજ્યુકેશન પોલિસી સાથે ગુજરાત વિદ્યાપીઠે રાજ્યમાં સૌ પ્રથમ વખત બીસીએનો કોર્ષ માતૃભાષામાં શરૂ કરશે. હવે વિદ્યાર્થીઓ બીસીએ નો કોર્ષ ગુજરાતી ભાષામાં કરી શકાશે.