Gujarat

ગોંડલના જાહેરમાં તીનપતિનો જુગાર રમતી ૮ મહિલાઓ ઝડપાઈ; પોલીસે મુદ્દામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ગોંડલ
ગોંડલ સહિત સમગ્ર જિલ્લામાં એલસીબીની ટીમ જુગારીયાઓ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે ગોંડલમાં જાહેર રોડ પર તીનપતિનો જુગાર રમતી ૮ મહિલાઓને પોલીસે ઝડ્‌પી પાડી હતી. અને તેની સાથે ૧૦ હજાર સુધીનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલમાં જાહેર રોડ પર તીનપતિનો જુગાર રમતી ૮ મહિલાને રૂ.૧૦ હજારની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. ગોંડલ સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ પરેશ બારૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોંડલના હરભોલે સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતી મીરાબેન કાળુભાઇ મકવાણા, અમીનાબેન અલારખા મૂળીમા ,કાજલબેન સુનિલ બાવળિયા, હંસાબેન ગિરધર કટેસિયા, અમીનાબેન સરૂર મકવાણા, કૃપાલિબેન કલ્પેશ મકવાણા, ઇન્દુબેન વીનું અગ્રવાત અને ગીતાબેન શૈલેષ રાઠોડને રૂ.૧૦ હજારની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *