ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડી.એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત આધારે નસવાડી પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૫૮૧/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ ઇ, ૮૧ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને પોતાના ઘરે બોરચાપડા, સીમોડા ફળીયા, તા.કવાંટ,થી ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


