Gujarat

છોટાઉદેપુરની સન રાઈઝ શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવાયો  શાળાના વિદ્યાર્થીઓ એ માતા પિતા નુ પૂજન કરી આશીર્વાદ લીધા.

આજે સમગ્ર ભારતમાં  પાશ્ચાત્ય સંસ્કૃતિ નું પ્રભૂત્વ જોવા મળી રહ્યું છે. વધતા જતા મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગને કારણે દુનિયા ખુબજ નાની થઇ ગયી છે. આધુનિક  શિક્ષણ આજના સમયે ખુબજ જરૂરી જણાય છે. પરંતુ આજના સંસ્કાર વિહીન શિક્ષણ ના કારણે બાળકોમાં સમાજ અને માતાપિતા પ્રત્યે લાગણી વિહીન થતા જોવા મળે છે. સનરાઈઝ શાળા દ્વારા બાળકોમાં આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર ની ભાવના જાગૃત થાય તેવા ઉમદા હેતુ થી આજ રોજ માતૃ પિતૃ પૂજન ની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં આજરોજ વિદ્યાર્થીઓ સાથે તેમના માંતા પિતા ને પણ બોલાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ એ પોતાના માતા પિતા ના પગ ધોઈ તેમનું પૂજન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે શાળાના મત્રસ્ટી તેમજ શાળા પરિવાર હાજર રહી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220219-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *