Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશનના સુરખેડા ગામની સીમ વિસ્તારમાંથી કિ.રૂ.૫.૪૭,૩૮૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

વિઓ:   ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે સુરખેડા ગામની સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫,૪૭,૩૮૦/- તથા બોલેરો પીકપ ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ  કિ.રૂ.૧૨,૫૧,૯૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220528-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *